શું એર ડિફેન્સ સિસ્ટમ પરમાણુ બોમ્બ લઈ જતી મિસાઈલને રોકી શકે? ભારત પાસે એવી કઈ મિસાઈલ છે

Ballistic Missile Defense: ભારતનું PAD (Prithvi Air Defence) અને AAD (Advanced Air Defence) સિસ્ટમ બેલિસ્ટિક મિસાઈલોને રોકવાની ક્ષમતા  ધરાવે છે?

શું એર ડિફેન્સ સિસ્ટમ પરમાણુ બોમ્બ લઈ જતી મિસાઈલને રોકી શકે? ભારત પાસે એવી કઈ મિસાઈલ છે

કોઈ પણ દેશની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દુશ્મન તરફથી આવનારા કોઈ પણ હવાઈ જોખમને પહેલેથી જ સૂંઘીને નષ્ટ કરવા માટે હોય છે. હવે સવાલ એ ઉઠે છે કે શું એર ડિફેન્સ સિસ્ટમ પરમાણુ હુમલાઓને પણ રોકી શકે છે? જાણો આ સવાલનો જવાબ. 

એર ડિફન્સ સિસ્ટમની જરૂર
પરમાણુ હથિયારોથી લેસ કોઈ પણ મિસાઈલને રોકવા માટે ખુબ જ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમની જરૂર હોય છે. સામાન્ય રીતે પરમાણુ હુમલા માટે બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ થાય છે. આંતરરાષ્ટ્રીય બેલિસ્ટિક મિસાઈલો (ICBM) ખુબ ઝડપથી અને ઊંચાઈથી આવે છે. 

બેલિસ્ટિક મિસાઈલો
બેલિસ્ટિક મિસાઈલોને રોકવી ક્રૂઝ મિસાઈલો કે ઓછા અંતરની મિસાઈલોને રોકવાની સરખામણીમાં વધુ મુશ્કેલ છે. જો કે કેટલાક આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પરમાણુ મિસાઈલોને રોકવામાં ક્ષમતા ધરાવે છે. 

S-400 એર ડિફેન્સ સિસ્ટમ
અમેરિકાની THAAD, રશિયાની S-400 અને S-500 બેલિસ્ટિક મિસાઈલોને રોકવા માટે ડિઝાઈન કરાઈ છે. આ સિસ્ટમ મિસાઈલને વાયુમંડળમાં કે તેનાથી બહાર નષ્ટ કરી શકે છે. ભારતની પાસે S-400 એર ડિફેન્સ સિસ્ટમ છે. 

પૃથ્વી એર ડિફેન્સ
ભારતની PAD (Prithvi Air Defence) અને AAD (Advanced Air Defence) સિસ્ટમ બેલિસ્ટિક મિસાઈલોને રોકવાની ક્ષમતા ધરાવે છે. જો કે જો મિસાઈલ વોરહેડ લઈ જઈ રહી હોય તો તેને વાયુમંડળની બહાર નષ્ટ કરવું આદર્શ હોય છે જે ખુબ મુશ્કેલ કામ છે. 

બેલિસ્ટિક મિસાઈલોને રોકવામાં સક્ષમ
ભારતના PAD (Prithvi Air Defence)ને એક્સો-એટમોસ્ફેરિક ઈન્ટરસેપ્શન એટલે કે વાયુમંડળની બહાર મિસાઈલને નષ્ટ કરવા માટે ડિઝાઈન કરાયું છે. તે ખુબ ઊંચાઈ પર બેલિસ્ટિક મિસાઈલોને રોકવામાં સક્ષમ છે. 

ટાર્ગેટ પહેલા તબાહ
પૃથ્વી એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ 50-80 કિમીની ઊંચાઈ પર મિસાઈલોને નષ્ટ કરી શકે છે. તે 2000 કિમી સુધીની રેન્જવાળી મધ્ય અંતરની બેલિસ્ટિક મિસાઈલોને પ્રભાવી ઢબે ભારના કોઈ પણ શહેરને ટાર્ગેટ કરે તે પહેલા જ તબાહ કરી શકે છે. 

PAD નું પહેલું સફળ પરીક્ષણ
PAD નું પહેલું સફળ પરીક્ષણ 27 નવેમ્બર 2006ના રોજ કરાયું હતું. જ્યારે તેણે એક પૃથ્વી મિસાઈલને નષ્ટ કરી હતી. PAD સિસ્ટમમાં લાંબા અંતરનું ટ્રેકિંગ  રડાર લગાવવામાં આવ્યું છે. PAD માં એડવાન્સ ઈમેજિંગ ઈન્ફ્રારેડ સીર અને ડાયવર્ટ થ્રસ્ટર્સ હોય છે. જે સટીક નિશાન લગાવવામાં મદદ કરે છે. જો કે તે અત્યાર સુધી MIRV કે હાઈપરસોનિક મિસાઈલો વિરુદ્ધ સંપૂર્ણ રીતે પ્રભાવી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news