War Predictions: પાકિસ્તાનના ભુક્કા બોલી જાય એવી છે ગ્રહોની સ્થિતિ, ઓપરેશન સિંદૂર પછી શું થશે ? જાણો
War Predictions: ઓપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ સ્થિતિમાં ગ્રહોની ગણના શું કહે છે ચાલો જાણીએ. આ સ્થિતિમાં ગ્રહોની દશા એવી છે જે જણાવે છે કે પાકિસ્તાન માટે સમય ખરાબ છે.
Trending Photos
War Predictions: જમ્મૂ કાશ્મીરમાં 22 એપ્રિલે પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. 7 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ અનેક આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
ભારતીય સેના દ્વારા કરવામાં આવેલું ઓપરેશન સિંદૂર યુદ્ધ ન હતું. પરંતુ પાકિસ્તાન તરફથી થયેલા હુમલા બાદ સ્થિતિ બગડી રહી છે. આ સમયે ગ્રહોની ચાલ કેવી છે અને આવનારા સમયમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો શું થશે તેના વિશે ગ્રહોની ચાલ પરથી અંદાજ લગાવી શકાય છે.
દેશની સરહદે તણાવનો ઈશારો
વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષની શરુઆતમાં 6 મોટા ગ્રહોની યુતિ બનવાથી દેશની સુરક્ષા અને સીમા પર તણાવ સર્જાવાનો ઈશારો કરે છે. આવનાર સમયના ગ્રહ ગોચર પર નજક કરીએ તો તણાવની સ્થિતિ થોડા સમય સુધી યથાવત રહી શકે છે. ખાસ કરીને મંગળ ગ્રહની સ્થિતિ અને ગુરુનું અતિચારી ગોચર જણાવે છે કે આવનાર સમય મુશ્કેલ હશે.
પાકિસ્તાનના શું થશે હાલ ?
ગ્રહ ગોચરમાં શુક્ર, શનિ અને રાહુની સ્થિતિ જણાવે છે કે પાકિસ્તાનને ભારત તરફથી ભારે નુકસાન સહન કરવું પડશે. આ સ્થિતિમાં પાકિસ્તાનને જાન-માલ અને ધન હાનિનો સામનો કરવો પડી શકે છે જેની અસર લાંબા સમય સુધી રહેશે. જો આ સ્થિતિમાં પાકિસ્તાન ભારત સામે મોટું પગલું ભરવા જશે તો તેને જ ભારે નુકસાન થશે. એટલે કે પાકિસ્તાન માટે માઠો સમય ચાલે છે અને આવનારા સમયમાં પણ તેને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. જો પાકિસ્તાન આતંકવાદી ગતિવિધિ કરશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે