India Pakistan conflict: ગુજરાતનો આ વીડિયો થઈ રહ્યો છે ખુબ વાયરલ, બિલકુલ શેર ન કરતા, સચ્ચાઈ ખાસ જાણો 

PIB Fact Check: ગુજરાત અંગે એક વીડિયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ગુજરાતના હજીરા પોર્ટ પર હુમલો થયો હોવાનું દેખાડ્યું છે આ વીડિયો એકદમ ફેક છે. જાણો વિગતો. 

India Pakistan conflict: ગુજરાતનો આ વીડિયો થઈ રહ્યો છે ખુબ વાયરલ, બિલકુલ શેર ન કરતા, સચ્ચાઈ ખાસ જાણો 

India-Pakistan conflict: ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ એક યુદ્ધમાં ફેરવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા ભારતની સરહદોની અંદર ઘૂસવાની કોશિશનો ભારતની સેનાઓએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ યુદ્ધ વચ્ચે એવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાંથી કેટલાક ફેક છે. તેના પર તમારે બિલકુલ ભરોસો કરવો જોઈએ નહીં. ગુજરાત અંગે એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુજરાતના હજીરા પોર્ટ પર હુમલો થયો હોવાનું દેખાડ્યું છે. આ વીડિયો ફેક છે. PIB Fact Check એ આ વીડિયો અંગે એક એલર્ટ જાહેર કર્યું છે. 

આ વીડિયો શેર ન કરવો
PIB Fact Check એ માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર પોસ્ટ શેર કરીને કહ્યું છે કે ગુજરાતવાળા આ વીડિયોનો ભરોસો ન કરવો. તે ફેક છે. આ વીડિયો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરાયો છે કે ગુજરાતના હજીરા પોર્ટ પર હુમલો થયો છે. આ એક અસંબધિત વીડિયો છે જેની પુષ્ટિ થઈ ચૂકી છે કે તેમાં એક તેલ ટેંકરમાં વિસ્ફોટ થતો દેખાડવામાં આવ્યો છે.  આ વીડિયો 7 જુલાઈ 2021નો છે. આવામાં આ વીડિયો શેર ન કરવો. તે અત્યારનો નથી. 

* This is an unrelated video confirmed to depict an oil tanker explosion. The video is dated July 7, 2021.

* Do not share this video. Refer the link… pic.twitter.com/nlQwgVAj3k

— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. પહેલા પાકિસ્તાન તરફથી ભારતમાં જમ્મુ, પંજાબ અને ગુજરાતના કેટલાક વિસ્તારો પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો અને ત્યારબાદ ભારતે પાકિસ્તાનના લગભગ 15 શહેરો પર હુમલો કર્યો. એવું કહેવાય છે કે ભારતીય સેનાનો હુમલો ISI ની ઓફિસ પાસે પણ થયો છે. ભારત તરફથી સતત પાકિસ્તાન પર હુમલા થઈ રહ્યા છે. 

આ બધા વચ્ચે ભારત અનેક દેશો સાથે સંપર્કમાં છે. વિદેશમંત્રી એસ જયશંકર 10 વિદેશ મંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. ભારેત અમેરિકા સાથે વાત કરી છે અને અમેરિકા તરફથી પાકિસ્તાનને કહેવાયું છે કે તે પાછળ હટે. અમેરિકાએ પાકિસ્તાનને એમ પણ કહ્યું છે કે એશિયાનો માહોલ ખરાબ થવો જોઈએ નહીં. 

ભારત-પાકિસ્તાન તણાવ પર લેટેસ્ટ અપડેટ માટે જુઓ Live TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news