Odisha Train Accident: ઓડિશામાં મોટી રેલ દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 એસી કોચ પાટા પરથી ઉતરી ગયા

Kamakhya Train Derailed: ઓડિશાના ચૌદ્વાર પાસે કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચૌદ્વાર વિસ્તારમાં મંગુલી પેસેન્જર હોલ્ટ પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.
 

Odisha Train Accident: ઓડિશામાં મોટી રેલ દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 એસી કોચ પાટા પરથી ઉતરી ગયા

Kamakhya Express Derailed: ઓડિશામાં એક મોટો રેલ અકસ્માત થયો છે. અહીં બેંગલુરૂ અને અસમ વચ્ચે ચાલતી કામાખ્યા એક્સપ્રેસના 11 એસી કોચ પાટા પરથી ઉતરી ગયા છે, ત્યારબાદ યાત્રિકોમાં હાહાકાર મચી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે ટ્રેન ચૌદ્વાર વિસ્તારના મંગુલી પેસેન્જર હોલ્ટની પાસે ડીરેલ થઈ છે. રેસ્ક્યુ ઓપરેશન માટે એનડીઆરએફ અને મેડિકલ ટીમ મોકલવામાં આવી છે. આ દુર્ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઓડિશાના કટકમાં ચૌદ્વાર પાસે બેંગલુરૂ-કામાખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસ આજે પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના 11 એસી કોચ ડીરેલ થયા હતા, ત્યારબાદ નીલાચલ એક્સપ્રેસ, ધૌલી એક્સપ્રેસ, પુરૂલિયા એક્સપ્રેસનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મેડિકલ ટીમ, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ કર્મચારી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યાં છે. 

— ANI (@ANI) March 30, 2025

રેલવે અધિકારીએ આપી માહિતી
ઈસ્ટ કોસ્ટ રેલવેના સીપીઆરઓ અશોક કુમાર મિશ્રાએ જણાવ્યુ કે અમને કામાખ્યા એક્સપ્રેસ (15551) ના કેટલાક કોચ પાટા પરથી ઉતરી જવાની સૂચના મળી છે. તેમણે કહ્યું- અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. બધા યાત્રિ સુરક્ષિત છે. દુર્ઘટના રાહત ટ્રેન, ઈમરજન્સી મેડિકલ ઉપકરણ મોકલવામાં આવ્યા છે.

સીપીઆરઓએ જણાવ્યું કે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચવાના છે. DRM ખુર્દા રોડ, GM/ECOR અને અન્ય વરિષ્ઠ સ્તરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે તપાસ બાદ જ ખબર પડશે કે આ ઘટના કેવી રીતે બની. અમારી પ્રથમ પ્રાથમિકતા રૂટ પર રાહ જોઈ રહેલી ટ્રેનોને ડાયવર્ટ કરવાની અને રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવાની છે.

સીએમ હિમંતાએ કહ્યું- રેલવે અને ઓડિશા સરકારના સંપર્કમાં છે
કામાખ્યા એક્સપ્રેસના પાટા પરથી ઉતરી જવાની ઘટના પર આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, 'મને ઓડિશામાં 12551 કામાખ્યા એક્સપ્રેસ સાથે સંબંધિત ઘટના વિશે માહિતી મળી છે. આસામના સીએમઓ ઓડિશા સરકાર અને રેલવેના સંપર્કમાં છે. અમે તમામ અસરગ્રસ્તોનો સંપર્ક કરીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news