Operation Sindhu: ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારતનું 'ઓપરેશન સિંધુ', 110 વિદ્યાર્થીઓને લઈને દિલ્હી પહોંચ્યું વિમાન

Operation Sindhu: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સાત દિવસથી ભીષણ જંગ ચાલી રહી છે. આ જંગ વચ્ચે હજારો ભારતીયો ઈરાન અને ઈઝરાયેલમાં ફસાયેલા છે. ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારતે ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું છે. 

Operation Sindhu: ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારતનું 'ઓપરેશન સિંધુ', 110 વિદ્યાર્થીઓને લઈને દિલ્હી પહોંચ્યું વિમાન

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ભીષણ બની રહ્યું છે. ઈઝરાયેલ જ્યાં ઈરાનમાં રાજધાની તહેરાન, ન્યૂક્લિયર સાઈટ અને  સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરી રહ્યું છે ત્યાં ઈરાન પણ ઈઝરાયેલમાં સૈન્ય ઠેકાણા તબાહ કરવામાં લાવ્યું છે. જંગ વચ્ચે હજારો ભારતીયો ઈરાન અને ઈઝરાયેલમાં ફસાયેલા છે. એકલા ઈરાનમાં જ 10000થી વધુ ભારતીયો ફસાયેલા છે જેમાંથી અડધાથી વધુ વિદ્યાર્થીઓ છે. ભારત સરકારે યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી કાઢવા માટે ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું છે. 

ઈરાનથી પાછા ફરનારા વિદ્યાર્થીઓમાં 54 યુવતીઓ
ઓપેરશન સિંધુ હેઠળ આજે ઈરાનથી 110 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ દિલ્હી પહોંચ્યુ છે. આ વિદ્યાર્થીઓને આર્મેનિયાના રસ્તે ભારત લાવવામાં આવ્યા છે. ઈન્ડિગોની એક ફ્લાઈટ મોડી રાતે 3.43 વાગે દિલ્હી લેન્ડ થઈ. આ 110 વિદ્યાર્થીઓમાં 94 જમ્મુ કાશ્મીરથી છે જ્યારે 16 અન્ય 6 રાજ્યોમાથી છે. ઈરાનથી પાછા ફરનારાઓમાં 54 છોકરીઓ પણ સામેલ છે. સકુશળ દેશ પાછા આવ્યા બાદ આ વિદ્યાર્થીઓના ફેસ પર ખુશી સ્પષ્ટ છલકાઈ રહી છે. 

ઈરાન ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ
અત્રે જણાવવાનું કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગનો આજે સાતમો દિવસ છે. જેમ જેમ  દિવસો વીતી રહ્યા છેતેમ તેમ બંને દેશો વચ્ચે સ્થિતિ ભયાનક બની રહી છે. બુધવારે ઈઝરાયેલે તહેરાન પર જબરદસ્ત હુમલો કર્યો. ઈઝરાયેલના 50થી વધુ ફાઈટર વિમાનોએ ઈરાનની રાજધાની તહેરાન પર ખુબ બોમ્બમારો કર્યો. ઈઝરાયેલની એરફોર્સે કહેરાન અને તેની પાસે કરાજમાં ઈરાનની ન્યૂક્લિયર સાઈટને નિશાન બનાવી. આ બંને ન્યૂક્લિયર ફેસેલિટીઝમાં ઈરાન યુરેનિયમ એનરિચમેન્ટમાં ઉપયોગ થનારા સેન્ટ્રીફ્યૂઝ બનાવે છે. 

ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે 25 ફાઈટર જેટ્સે ઈરાનના વેસ્ટર્ન સિટી કરમનશાહમાં ઈરાનના 5 એટેક હેલિકોપ્ટર્સ બરબાદ કર્યા. ઈઝરાયેલના ફાઈટર જેટ્સે એ સાઈટ્સ ઉપર પણ જોરદાર એટેક કર્યો જ્યાંથી ઈઝરાયેલ પર મિસાઈલ ફાયર કરવામાં આવી રહી હતી. ઈઝરાયેલના હુમલામાં ઈરાનના અત્યાર સુધીમાં 600 લોકો માર્યા ગયા છે. જ્યારે 1300થી વધુ લોકો ઘાયલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news