Operation Sindoor: 6 વર્ષ જૂની ભવિષ્યવાણી; ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં 10 કરોડ લોકોના થશે મોત, પરમાણુ....

Operation Sindoor: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ ફરવા આવેલા પર્યટકો પર આતંકી હુમલો થયો અને 26 લોકોના જીવ ગયા. જેનો બદલો લેવા માટે ભારતે આજે ઓપરેશન સિંદૂરને અંજામ  આપ્યો. હવે આ બધા વચ્ચે 6 વર્ષ જૂની એક ભવિષ્યવાણી વાયરલ થઈ રહી છે. 

Operation Sindoor: 6 વર્ષ જૂની ભવિષ્યવાણી; ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં 10 કરોડ લોકોના થશે મોત, પરમાણુ....

india pakistan war prediction: પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ હવે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. ભારતના સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને તેમાં 9  ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરાઈ. આવામાં આ બધા વચ્ચે 6 વર્ષ પહેલા કરાયેલી એક ભવિષ્યવાણી ઝડપથી વાયરલ થઈ રહી છે. 

મોટી કાર્યવાહીને અપાયો અંજામ
પહેલગામમાં થયેલા આતંકી હુમલા  બાદ હવે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં મોટી કાર્યવાહીને અંજામ આપતા ઓપરેશન સિંદૂર કર્યું. જેમાં આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કરાયા. 

6 વર્ષ પહેલા કરાયેલી ભવિષ્યવાણી
આ કાર્યવાહી બાદ હવે ભારત અને પાકિસ્તાન યુદ્ધના દરવાજે ઊભા છે ચોંકાવનારી વાત એ છે કે આ યુદ્ધની ભવિષ્યવાણી છ વર્ષ પહેલા જ કરી દેવાઈ હતી. 2019માં કરાયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી હતી. 

ભારત પાકિસ્તાન વચ્ચે ભયંકર યુદ્ધ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના એક ખબરમાં જણાવ્યું કે યુનિવર્સિટી ઓફ કોલોરાડો (University of Colorado) એ રૂટગર્સ યુનિવર્સિટીની મદદથી 2019માં એક રિસર્ચ કરાયો હતો જેમાં અનુમાન કરાયું કે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયંકર યુદ્ધ થશે. 

દુનિયાને ચેતવવામાં આવી
રિસર્ચ કરનારાઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અંગે દુનિયાને ચેતવવા માંગતા હતા કે જો આ યુદ્ધને રોકવાની કોશિશ ન કરાઈ તો ફક્ત દક્ષિણ એશિયા જ નહીં પરંતુ લગભગ સમગ્ર દુનિયાએ આ ગંભીર પરિણામ ભોગવવું પડશે. 

આટલા લોકોને નુકસાન
રિસર્ચ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ હુમલાઓમાં 10 કરોડ લોકો મરશે જ્યારે રેડિએશન, જખ્મો, અને પર્યાવરણને થયેલા નુકસાનથી 5 કરોડથી 12.5 કરોડ લોકોના જીવ જવાની આશંકા રહેશે. 

પરમાણુ હુમલો
રિસર્ચ રિપોર્ટ કહે છે કે ભારત જેવું પાકિસ્તાની વિસ્તારો તરફ આગળ વધવાનું શરૂ કરશે, પાકિસ્તાની સેના યુદ્ધના ડરથી પરમાણુ હુમલો કરશે. 

Disclaimer:
અહીં અપાયેલી માહિતી ઈન્ટરનેટ પર અપાયેલી જાણકારીઓ પર આધારિત છે તથા ફક્ત સૂચના માટે આપવામાં આવી છે.  ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news