બિઝનેસમેન સાથે પ્રેમ, જંગલમાં દીકરીનો જન્મ...ગુફામાંથી મળી આવેલી રશિયન મહિલાએ ખોલ્યું રહસ્ય

Russian Woman in Cave : કર્ણાટકની ગુફામાં તેની બે દીકરીઓ સાથે મળી આવેલી રશિયન મહિલા વિશે થયેલા ખુલાસા પર તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ આજના યુગમાં કંઈ અશક્ય પણ નથી. ત્યારે ગુફામાં મળી આવેલી રશિયન મહિલાએ શું ખુલાસો કર્યો છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

બિઝનેસમેન સાથે પ્રેમ, જંગલમાં દીકરીનો જન્મ...ગુફામાંથી મળી આવેલી રશિયન મહિલાએ ખોલ્યું રહસ્ય

Russian Woman in Cave : કર્ણાટકના ગોકર્ણમાં એક ગુફામાંથી રશિયન મહિલા મળી આવી ત્યારથી આ 40 વર્ષીય રશિયન મહિલા નીના કુટીના અને તેની બે દીકરીઓની કહાની દરેક માટે ચર્ચાનો વિષય બની ગઈ છે. 9 જુલાઈના રોજ, નીના અને તેની 6 અને 4 વર્ષની બે પુત્રીઓ ઉત્તર કન્નડ જિલ્લા નજીક ગોકર્ણમાં એક ગુફામાંથી મળી આવી હતી. ત્યારબાદ તેમને બેંગલુરુના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી હતી. ત્યારથી પોલીસ સતત આ મામલાની તપાસ કરી રહી છે.

રશિયન મહિલા એક ઇઝરાયલી બિઝનેસમેન સાથે રિલેશનશિપમાં હતી

હવે આ કેસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં નીનાના બાળકોના પિતા વિશે માહિતી મળી છે. બાળકોના પિતા અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે નીનાના બાળકોનો પિતા એક ઇઝરાયલી ઉદ્યોગપતિ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને લગભગ 7-8 વર્ષ પહેલા મળ્યા હતા.

ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO)ના એક અધિકારીએ જણાવ્યું કે નીના શરૂઆતમાં બાળકોના પિતા વિશે વાત કરવા માંગતી નહોતી, પરંતુ એક કાઉન્સેલરની મદદથી તેણે કહ્યું કે તે આ ઇઝરાયલી પુરુષ સાથે સંબંધમાં છે. બંને 2017 અથવા 2018માં મળ્યા હતા.

ગુફામાં પુત્રીને જન્મ આપ્યો

નીનાનો દાવો છે કે તેણે ગોવાની ગુફામાં એકલી એ જ પુત્રીને જન્મ આપ્યો હતો. ગોકર્ણ પોલીસ કહે છે કે આ વાત માનવી મુશ્કેલ છે, પરંતુ તેને નકારી પણ શકાય નહીં. FRROએ રશિયન દૂતાવાસનો સંપર્ક કર્યો છે અને નીના અને તેના બાળકોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયામાં લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે.

નીનાનું એક બાળક રશિયામાં છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે નીનાનું રશિયામાં બીજું બાળક છે, જેના વિશે ચેન્નાઈ સ્થિત રશિયન દૂતાવાસને જાણ કરવામાં આવી છે. નીનાએ કહ્યું કે તે 20 દેશોની યાત્રા કરી ચૂકી છે અને જંગલોમાં રહેવાનું પસંદ કરે છે. તેણીએ કહ્યું, "અમારી ગુફા ગાઢ જંગલમાં નહોતી અને તેમાં બારી જેવી જગ્યા હતી, જ્યાંથી સમુદ્ર દેખાતો હતો. આનાથી સારું શું હોઈ શકે?"

નીનાની પુત્રીઓએ પહેલીવાર હોસ્પિટલ જોઈ

બેંગલુરુમાં એક હોસ્પિટલની બહાર નીનાએ કહ્યું, "મારી પુત્રીઓએ પહેલીવાર હોસ્પિટલ અને ડોકટરો જોયા. અમે જંગલમાં ખુશ હતા." તેની કહાની  સાંભળીને એવું લાગે છે કે તે પ્રકૃતિ સાથે એક અલગ પ્રકારનું જીવન જીવી રહી હતી.

અમે જંગલમાં ખુશ હતા

નીનાએ સમાચાર એજન્સી ANIને કહ્યું કે તેને પ્રકૃતિની નજીક રહેવાનું ગમે છે. તેણીએ કહ્યું, "હું આધ્યાત્મિકતા માટે ગોકર્ણ આવી નથી, પરંતુ પ્રકૃતિ સારું સ્વાસ્થ્ય આપે છે." નીના કહે છે કે તે તેની પુત્રીઓ સાથે જંગલમાં ખુશ હતી. "મારી દીકરીઓ ધોધમાં તરતી હતી, માટીથી કલાકૃતિઓ બનાવતી હતી અને અમે સ્વાદિષ્ટ ભોજન બનાવતા હતા. તે તેમના માટે એક સારો અનુભવ હતો."

ગુફામાં મળેલી રશિયન મહિલા સાથે સંબંધિત 5 સરળ પ્રશ્નો અને જવાબો

નીના કુટિના કોણ છે ?

નીના 40 વર્ષીય રશિયન મહિલા છે જે કર્ણાટકના ગોકર્ણમાં તેની બે પુત્રીઓ સાથે ગુફામાં રહેતી હતી.

નીનાના બાળકોના પિતા કોણ છે ?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાળકોના પિતા એક ઇઝરાયલી ઉદ્યોગપતિ છે જે બિઝનેસ વિઝા પર ભારતમાં છે.

નીનાના વિઝા ક્યારે સમાપ્ત થયા ?

પોલીસ કહે છે કે નીનાના વિઝા 2017માં સમાપ્ત થયા હતા, પરંતુ નીના દાવો કરે છે કે તે તાજેતરમાં સમાપ્ત થયા છે.

હવે નીનાનું શું થશે ?

નીનાને બેંગ્લોરના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી છે અને તેને બાળકો સાથે ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

નીનાએ ગોવામાં બાળકને જન્મ આપ્યો હોવાનો દાવો કેમ કર્યો ?

નીના કહે છે કે તેણે ગોવાની ગુફામાં એકલીએ દીકરીને જન્મ આપ્યો હતો, જોકે પોલીસને આ વાત પર શંકા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news