Mumbai Train Accident: મુંબ્રામાં મોટી દુર્ઘટના! ખીચોખીચ ભરેલી ટ્રેનમાંથી મુસાફરો ટ્રેક પર પડ્યા, 5ના મોત

Mumbai local train accident news:  મહાનગરી મુંબઈથી એક દર્દનાક સમાચાર આવ્યા છે. જ્યાં ટ્રેનમાંથી પડીને 5 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. વધુ વિગતો જાણો. 

Mumbai Train Accident: મુંબ્રામાં મોટી દુર્ઘટના! ખીચોખીચ ભરેલી ટ્રેનમાંથી મુસાફરો ટ્રેક પર  પડ્યા, 5ના મોત

મુંબઈના ઉપનગરીય રેલવે નેટવર્કના મુંબ્રા રેલવે સ્ટેશન પર સોમવારે એક દુખદ ઘટના ઘટી. જેમાં ટ્રેનથી 10 થી 12 મુસાફરો ટ્રેક પર પડ્યા. અમારી સહયોગ વેબસાઈટ ઝી 24 તાસના રિપોર્ટ મુજબ આ દર્દનાક ઘટનામાં 5 મુસાફરોના મોત નિપજ્યા છે. મુસાફરોના ટ્રેક પર પડવાની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેણે હડકંપ મચાવી દીધો છે. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માત વધુ ભીડના કારણે થયો જેમાં અનેક મુસાફરો દરવાજા પર લટકી રહ્યા હતા. 

આ ઘટના સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ ઘટી હોવાનું કહેવાય છે. રેલવે પોલીસ (જીઆરપી) અને સ્થાનિક પ્રશાસન તરત ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા છે. કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. રેલવે પ્રશાસને અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં વધુ પડતી ભીડ અને મુસાફરો જે રીતે દરવાજા પર લટકી રહ્યા હતા તેના કરાણે અકસ્માત થયો હોવાનું કહેવાય છે. એવું સામે આવી રહ્યું છે કે મુસાફરો મુંબઈથી લખનઉ જતી પુષ્પક એક્સપ્રેસ નીચે હતા. અનેક મુસાફરો પાટા પર પડ્યા હતા. જેમાંથી પાંચના મોત થયા. હજુ એ પુષ્ટિ થઈ નથી કે મુસાફરો હકીકતમાં કઈ ટ્રેનમાં સફર કરી રહ્યા હતા. 

— ANI (@ANI) June 9, 2025

મુંબ્રા રેલવે સ્ટેશન પર હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ જે સમયે આ દુર્ઘટના ઘટી તે વખતે મુસાફરો ડોમ્બિવલીથી મુંબઈ જતી એક લોકલ ટ્રેનથી નીચે ટ્રેક પર પડ્યા. આ તમામ મુસાફરો ફૂટબોર્ડ પર  ઊભા રહીને તથા દરવાજા પર લટકીને મુસાફરી કરતા હતા. તે સમયે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બધા અચાનક ટ્રેનમાંથી પડ્યા. 

— ZEE २४ तास (@zee24taasnews) June 9, 2025

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news