પ્રાઈવેટ પાર્ટની પુજા, પછી અશ્લીલ વીડિયો; ધન વર્ષાના નામ પર 200 યુવતીઓને બનાવી શિકાર
UP News: યુપીના સંભલમાં ધન વર્ષાના નામે 200 છોકરીઓ કાળા કારનામાની શિકાર બની છે. આ ધનવર્ષા ગેંગ ગરીબ યુવતીઓના પરિવારજનોને લલચાવીને તંત્ર ક્રિયા કરતી હતી. તંત્ર ક્રિયા દરમિયાન પહેલા છોકરીઓના પ્રાઈવેટ પાર્ટની પૂજા કરવામાં આવતી હતી અને પછી તંત્ર ક્રિયા શરૂ થતી હતી.
Trending Photos
UP News: યુપીના સંભલમાં ધરપકડ કરાયેલ આંતરરાજ્ય ગેંગના સભ્યો ધન વર્ષાના નામે છોકરીઓ સાથે ગંદા ખેલ રમતા હતા. તેની પાસે 200 યુવતીઓના અશ્લીલ વીડિયો મળી આવ્યા છે. આ ગેંગ પૈસા મેળવવાના નામે લોકોને છેતરતી હતી. ધન વર્ષા ગેંગ ગરીબ યુવતીઓના પરિવારજનોને લલચાવીને તંત્ર ક્રિયા કરતી હતી. તંત્ર ક્રિયા દરમિયાન પરિવારના સભ્યોને બહાર રાખવામાં આવ્યા હતા અને તંત્ર ક્રિયા દરમિયાન પહેલા છોકરીઓના પ્રાઈવેટ પાર્ટનું પૂજન કરવામાં આવતું હતું અને પછી તંત્ર ક્રિયા શરૂ થતી હતી. તેઓ ખુદ પણ જાણતા નથી કે તંત્ર ક્રિયા પછી છોકરીઓનું શું થયું. કહેવામાં આવી રહ્યું છે કે, તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો પોર્ન સાઇટ પર વેચાયાની પણ શંકા છે.
આ ગેંગનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે રાજપાલ નામના યુવકનું અપહરણ અને તંત્ર ક્રિયા કરી તેને મારવાનો પ્રયાસની માહિતી ધાનારી પોલીસે મળી હતી. આ ટોળકી લોકોને તેમની પર રોકડ રકમનો વરસાદ કરવા માટે લલચાવે છે. ગરીબ પરિવારોને શિકાર બનાવે છે. તે કોઈ દુર્લભ વસ્તુ (જેમ કે 20 પંજાવાળો કાચબો, બે માથાવાળો સાપ, ઘુવડ, ખાસ નંબરની નોંધ) પર તાંત્રિક ક્રિયા વિશે વાત કરતા હતા. છોકરીઓને ટીટી (કોડ લેંગ્વેજ) કહેવામાં આવતી હતી અને તાંત્રિક વિધિ માટે તૈયાર કરવામાં આવતી હતી. આ ગેંગના સભ્યો ગરીબ પરિવારોને તેમની દીકરીમાં વિશેષ ગુણ હોવાનું કહીને ફસાવતા હતા અને તેના પર તાંત્રિક વિધિ કરીને ધનનો વરસાદ થશે. આ પછી તે છોકરીઓ સાથે કાળા કારનામા કરતા હતા.
તંત્ર મંત્રની આડમાં તસ્કરી
આ ગેંગ તંત્ર ક્રિયાથી પૈસાના વાયદા કરીને ગરીબ છોકરાઓ અને છોકરીઓની તસ્કરી કરતી અને તેમનું જાતીય શોષણ કરતી હતી. તેમજ દુર્લભ વન્ય પ્રાણીઓની ગેરકાયદે હેરાફેરીમાં પણ સંડોવાયેલી હતી. આ ગેંગનું નેટવર્ક દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાનમાં ફેલાયેલું હતું. આ લોકો તંત્ર ક્રિયાના નામે ચોક્કસ વસ્તુ (જેને આર્ટિકલ કહેવામાં આવતું હતું) પર લોકોને છેતરતા હતા. હાલમાં આગ્રામાં ગેંગનું નેટવર્ક ઝડપથી વિકસી રહ્યું હતું. જ્યાંથી પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ ગેંગના અન્ય સભ્યોની ધરપકડ કરવામાં વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગ સાત-આઠ વર્ષથી સક્રિય છે અને સેંકડો લોકોને શિકાર બનાવી ચૂકી છે.
ગેંગ પાસેથી મળી આવી આ વસ્તુઓ
પોલીસે ગેંગ પાસેથી મોબાઈલ ફોન, તાંત્રિક વિધિમાં વપરાતી સામગ્રી, દુર્લભ કાચબો અને ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે. આ ટોળકીના મોબાઈલ ફોનમાંથી 200 અશ્લીલ વીડિયો અને ઓડિયો રેકોર્ડીંગ મળી આવ્યા છે, જેમાં તેમના કાળા કારનામાનો પર્દાફાશ થયો છે. પોલીસે આ ગેંગના 14 સભ્યોની ધરપકડ કરી છે. જેમાં ત્રણ ગુરુ અને અન્ય ગેંગના સભ્યોનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે