Government Job: સરકારી નોકરી માટે કરો છો તૈયારી? આ 6 સંસ્થાનોમાં નીકળી છે બંપર ભરતી, જાણો વિગતો
Sarkari Naukri: સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાઓ માટે શાનદાર તક છે. રેલવે, બેંકિંગ, એન્જિનિયરિંગ, હાઈકોર્ટ જેવી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાનો અને વિભાગોમાં વેકન્સી નીકળી છે. ચેક કરો માહિતી....
Trending Photos
Government Jobs for Graduates: જો તમે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધુ હોય અને સરકારી નોકરીની શોધમાં હોવ તો આ સમાચાર તમારા ખુબ કામના છે. હાલ દેશની વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં લગભગ 2500 પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલુ છે. રેલવે, બેંક, હાઈકોર્ટ, એન્જિનિયરિંગ, અને પબ્લિક સેક્ટર જેવા અલગ અલગ ફિલ્ડમાં આ નોકરીઓ ઉપલબ્ધ છે. જાણો આ ભરતી સંલગ્ન માહિતી....
રેલવેમાં અપ્રેન્ટિસશીપની તક
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR)એ નાગપુર ડિવિઝનમાં 933 અપ્રેન્ટિસ પદો પર ભરતી કાઢી છે. આ વેકેન્સી અલગ અલગ ટ્રેડ્સમાં છે અને ITI પાસ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઈચ્છુક ઉમેદવાર apprenticeshipindia.gov.in વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.
રેલવે ભરતી- 1007 પદ
SECR ની વધુ એક ભરતી બિલાસપુર ડિવિઝન માટે છે. જેમાં 1007 અપ્રેન્ટિસ પદ છે. અરજીની છેલ્લી તારીખ 4 મે 2025 છે. ન્યૂનતમ ઉમર 15 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ હોવી જોઈએ.
IDBI માં ઓફિસર બનવાની તક
IDBI બેંકમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરના 119 પદો પર ભરતી થઈ રહી છે. અરજીની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2025 છે. બીઈ/બીટેક તથા અન્ય ડિગ્રીવાળા ઉમેદવારો બેંકની ઓફિશિયલ વેબસાઈટ idbibank.in પર જઈને અરજી કરી શકે છે.
NCRTC માં એન્જિનિયર અને એચઆરની ભરતી
નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(NCRTC) માં જૂનિયર એન્જિનિયર, આસિસ્ટન્ટ એચઆર સહિત 72 પદો પર ભરતી ચાલુ છે. પગાર 18,250 રૂપિયાથી લઈને 75,850 રૂપિયા સુધી મળશે. અરજી કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ છે. ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઈટ ncrtc.in પર વિઝિટ કરો.
પંજાબ-હરિયાણા HC માં સ્ટેનોગ્રાફરની ભરતી
હાઈકોર્ટમાં ગ્રેડ III સ્ટેનોગ્રાફરની ભરતી નીકળી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 મે 2025 છે. આ જગ્યા માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. અરજી ઓફિશિયલ વેબસાઈટ sssc.gov.in પર થઈ શકે છે.
GRSE માં મેનેજર અને જનરલ મેનેજરની ભરતી
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) એ 40 પદો પર ભરતી કાઢી છે. એન્જિનિયરિંગ અને ગ્રેજ્યુએશન કરનારા 26 એપ્રિલ 2025 સુધી અરજી કરી શકે છે. આ માટે ઓફિશિયલ વેબસાઈટ grse.in પર જઈને અરજી કરવાની રહેશે.
આ તમામ નોકરીઓ માટે યોગ્યતા અને અરજીની છેલ્લી તારીખ અલગ અલગ છે. જો તમે યોગ્યતા ધરાવતા હોવ તો તરત સંબંધિત વેબસાઈટ પર જઈને અરજી કરો. સરકારી નોકરી મેળવવાની આ તક હાથમાંથી જવા ન દેતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે