Pimples: એકવાર ખીલ મટશે પછી પાછા નહીં થાય ક્યારેય, અજમાવી જુઓ આ 10 ટીપ્સ
Home Remedies For pimples: ખીલ એવી સમસ્યા છે જેનાથી છોકરીઓ જ નહીં છોકરાઓ પણ પરેશાન હોય છે. જો તમે પણ ખીલ અને ચહેરા પર વારંવાર થતી ફોડલીઓથી પરેશાન છો તો આ 10 ટીપ્સ અજમાવી જુઓ. આ ટીપ્સ ફોલો કરશો તો ખીલ મટશે પછી ફરી નહીં દેખાય.
Trending Photos
Home Remedies For pimples: ખીલ એક સામાન્ય સ્કીન પ્રોબ્લેમ છે. યુવક અને યુવતી બંનેને આ તકલીફ કોઈપણ સમયે થઈ શકે છે. ચહેરા પર ક્યારેક એક કે બે ખીલ થાય તો તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ ઘણા લોકોના તો ગાલ ખીલથી ભરાઈ જાય છે. ચહેરા પર થતા ખીલ કોન્ફિડન્સ ઘટાડે છે. જો ચહેરો ખીલથી ચહેરો ભરાઈ જાય તો આત્મવિશ્વાસ પ્રભાવિત થાય છે.
ખીલ ત્વચા પર ઉપરના ભાગે લાલ કે સફેદ રંગના દેખાતા હોય છે. ખીલ બે પ્રકારના હોય છે જેમાં કેટલાકમાં દુખાવો થાય છે તો કેટલાકમાં દુખાવો થતો નથી. ઘણા લોકો ખીલ ફોડવાની ભૂલ કરે છે પરંતુ તેના કારણે ચહેરા પર ડાઘ પડી જાય છે જે લાંબા સમય સુધી જતા નથી. જે લોકોને વધારે પડતા ખીલ થતા હોય તેમણે ખીલ ફોડવાને બદલે આ 10 ટિપ્સને ફોલો કરવી જોઈએ. તો તમે આ 10 વાતોનું ધ્યાન રાખશો તો સો ટકા તમને ખીલ મટાડવામાં મદદ મળશે.
ખીલ મટાડવા અપનાવો આ ટીપ્સ
1. આલ્કોહોલ આધારિત ક્રીમ ત્વચાને નુકસાન કરી શકે છે તેથી ખીલ હોય તો આવી ક્રીમ વાપરવાથી બચવું. શક્ય હોય ત્યાં સુધી નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરો અને ત્વચા ડ્રાય ન થાય તે વાતનું ધ્યાન રાખો.
2. ચહેરાને હંમેશા ઠંડા પાણીથી ધોવાનું રાખો. ચહેરા પર ખીલ હોય તો ગરમ પાણીથી ફેસ વોશ કરવો હાનિકારક છે. ઠંડુ પાણી રોમ છિદ્રોને કસે છે જેના કારણે ખીલ મટી શકે છે.
3. ચેહરા પર ક્રીમ કે કોઈપણ વસ્તુ લગાડવી હોય તો સૌથી પહેલા હાથ અને નખ સારી રીતે સાફ કરી લેવા અને પછી જ ક્રીમ ચહેરા પર લગાવો.
4. શક્ય હોય તો ક્રીમ લગાડવા માટે સ્ટેચ્યુલા કે સ્પંજનો ઉપયોગ કરો. ઘણી વખત હાથ લગાડવાથી પણ ક્રીમ ઇન્ફેક્ટેડ થઈ જાય છે અને ખીલની સમસ્યા વધી જાય છે.
5. જો વધારે પડતા ખીલ હોય તો ફેસ નેપકીન અને ટુવાલને નિયમિત રીતે ધોઈ અને સાફ કરી ઉપયોગમાં લો. ધોયા વિનાનો ટુવાલ વારંવાર વાપરવાથી પણ સ્કીન ઇન્ફેક્શન વધી શકે છે.
6. જે લોકોને ચહેરા પર ખીલ હોય તેમણે ચહેરો ટુવાલથી ઘસીને સાફ કરવો નહીં. તેનાથી ત્વચા ડેમેજ થઈ જાય છે.
7. ચહેરાને જે પણ વસ્તુ સ્પર્શ કરે તે સાફ અને કીટાણું રહિત હોય તે વાતનું ધ્યાન રાખો. જેમકે મેકઅપ બ્રશ, સ્માર્ટફોન બધી જ વસ્તુઓ ક્લીન હોય તે વાતનું ધ્યાન રાખવું.
8. જો તમે મેકઅપ કરો તો એ વાત સુનિશ્ચિત કરો કે મેકઅપને થોડા કલાકોમાં રીમુવ કરી દો. ખાસ કરીને રાત્રે સુતા પહેલા મેકઅપ રીમુવ કર્યા પછી જ સૂવાનું રાખો.
9. ખીલ વધારે પડતા હોય તો તમે સ્ટીમની મદદ પણ લઈ શકો છો. સ્ટીમ લેવાથી રોમ છિદ્રો ખુલી જાય છે અને ત્વચાની અંદરની ગંદકી નીકળી જાય છે.
10. ખીલ મટાડવા માટે તેના પર ટુથપેસ્ટ કે અન્ય કેમિકલયુક્ત વસ્તુઓ લગાડવી નહીં. જો આ વાતોનું ધ્યાન રાખ્યા પછી પણ ખીલની તકલીફ મટે નહીં તો નિષ્ણાંતની મદદ લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે