Skin Care: જાયફળના પાવડરમાં આ વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાડો, ડેડ સ્કિન નીકળી જશે અને મળશે ઇન્સ્ટન્ટ ગ્લો
Nutmeg Powder Benefits: ચહેરા પરની ડેડ સ્કિનને દુર કરવી જરૂરી હોય છે. જો ડેડ સ્કિનને સાફ કરવામાં ન આવે તો સ્કિન પર ડાઘ દેખાય છે અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યા પણ વધી જાય છે. આજે તમને ડેડ સ્કિન દુર કરવાનો એક જોરદાર ઉપાય જણાવીએ.
Trending Photos
Nutmeg Powder Benefits: સ્કિન હેલ્ધી અને ક્લિયર હોય તો ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. તેનાથી વિરુદ્ધ જો સ્કિન પર ડાઘ અને ડેડ સ્કિન વધારે હોય તો ચહેરો ડલ અને બેજાન દેખાય છે. સમયે સમયે ડેડ સ્કિનને દૂર કરવી જરૂરી હોય છે. ખાસ કરીને વધતી ઉંમરે ત્વચાની માવજત કરવી જોઈએ તેનાથી સ્કિન પર કરચલીઓ પણ ઓછી પડે છે. જો સમય રહેતા કેટલાક સ્કિન કેર રૂટીનને ફોલો કરવામાં આવે તો ચહેરા પરની ફાઈન લાઇન્સને વધતી રોકી શકાય છે અને ડાઘ પણ દૂર થઈ શકે છે.
સ્કિન કેરમાં જાયફળ ઉપયોગી સાબિત થઈ શકે છે. જાયફળના પાવડરની મદદથી તમે ચહેરાની સુંદરતાને વધારી શકો છો. જાયફળ પાવડરનો આ રીતે ઉપયોગ કરવાથી સ્કિન હેલ્ધી દેખાય છે અને ડેડ સ્કિન તેમજ ડાર્ક સ્પોર્ટ દૂર થાય છે. જાયફળ પાવડરને દૂધમાં ઉમેરીને ચહેરા પર અપ્લાય કરવાથી નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થશે.
સ્કિન પર જાયફળનો કેવી રીતે કરવો ઉપયોગ ?
પહેલી રીત
જાયફળનો પાવડર કરીને તેને સ્ટોર કરી લો. ત્યાર પછી જ્યારે જાયફળ પાવડરનો ઉપયોગ કરવાનો હોય ત્યારે અડધી ચમચી જાયફળ પાવડરમાં ત્રણ ચમચી કાચું દૂધ ઉમેરો. 10 મિનિટ તેને રેસ્ટ આપો અને પછી આ મિશ્રણને ચહેરા પર અને ગરદન પર અપ્લાય કરો. આ પેસ્ટને 30 મિનિટ ચહેરા પર લગાવી રાખો અને પછી હળવા હાથે મસાજ કરો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
બીજી રીત
એક જાયફળના બે ટુકડા કરો અને તેને આખી રાત દૂધમાં પલાળી રાખો. સવારે દૂધમાં પલળેલા જાયફળની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે રાખો. ત્યાર પછી મસાજ કરીને ચહેરો સાફ કરી લો.
જાયફળ અને દૂધના ફાયદા
આયુર્વેદમાં જાયફળને સ્કિન માટે ફાયદાકારક ગણવામાં આવ્યું છે. જાયફળનો ઉપયોગ દૂધ સાથે કરવાથી તે નેચરલ સ્ક્રબની જેમ સ્કિનને સાફ કરે છે. દૂધમાં એવા તત્વ હોય છે જે ત્વચાને નેચરલી એક્સફોલિયેટ કરે છે. સાથે જ જાયફળ ત્વચા પર જામેલા ડેડ સ્કીન સેલ્સને દૂર કરે છે જેનાથી ત્વચા તુરંત જ સુંદર દેખાવા લાગે છે.
જાયફળ અને દૂધનો ઉપયોગ કરવાથી સ્કિન ડીપ ક્લીન થાય છે. તેનાથી પોર્સમાં છુપાયેલી ગંદકી પણ સાફ થાય છે. અઠવાડિયામાં બે વખત આ પેસ્ટનો ઉપયોગ કરવાથી એકને અને પિમ્પલની સમસ્યા ઓછી થવા લાગે છે.
સપ્તાહમાં બે થી ત્રણ વખત જાયફળ અને દૂધને ચહેરા પર લગાડશો તો સ્કિન યંગ દેખાશે. તેનાથી ત્વચા પર કરચલીઓ વધતી અટકશે. જાયફળ અને દૂધમાં એન્ટી એજિંગ ગુણ હોય છે જે ત્વચાની સમસ્યાને દૂર કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે