Healthy Breakfast: સવારે નાસ્તામાં આ સફેદ વસ્તુ ખાવાનું રાખો, આખો દિવસ કામ કરવાની એનર્જી રહેશે અને ચરબી પણ નહીં વધે
Healthy Breakfast: સવારે નાસ્તો કરવો જેટલો જરૂરી છે એટલું જ જરૂરી છે કે નાસ્તામાં એવી વસ્તુ ખાવામાં આવે જે શરીરને લાભ કરે. આજે તમને આવી જ વસ્તુ વિશે જણાવીએ જેને નાસ્તામાં ખાવાથી શરીરની મોટાભાગની સમસ્યાઓ દુર થઈ જાય છે.
Trending Photos
Healthy Breakfast: મોટાભાગના લોકોના ઘરમાં સાબુદાણા ઉપવાસ કે ફરાળ દરમિયાન બને છે. પરંતુ સાબુદાણા એવી વસ્તુ છે જેને તમે ફરાળ વિના ખાશો તો પણ ફાયદો કરશે. સાબુદાણાના નાના નાના દાણા શરીરને મોટા લાભ કરે છે. નાના-મોટા સૌ કોઈ સાબુદાણા ખાઈ શકે છે. સાબુદાણા હેલ્ધી સુપરફુડ છે.
સાબુદાણાને પાણીમાં પલાળીને, દૂધમાં ઉકાળી કે પછી તેની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને ખાઈ શકાય છે. સાબુદાણામાંથી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ પણ બને છે. જો કે સૌથી બેસ્ટ છે કે તમે સાબુદાણા સવારે નાસ્તામાં ખાવ. જો તમે સવારે નાસ્તામાં સાબુદાણા ખાશો તો કેવા લાભ થશે જાણો.
સાબુદાણા ખાવાના ફાયદા
1. સાબુદાણામાં ફાઈબરનું પ્રમાણ સારું હોય છે જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે સાબુદાણા ખાવા જોઈએ. તેનાથી પાચન સુધરે છે.
2. સાબુદાણામાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. તેથી વજન ઘટાડવામાં પણ તે મદદ કરે છે. સાબુદાણાનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે અને ભુખ પણ કલાકો સુધી લાગતી નથી.
3. સાબુદાણામાં પ્રોટીન, ફાઈબર હોય છે જે ડાયાબિટીસના દર્દી માટે લાભકારી છે. સવારે નાસ્તામાં સાબુદાણા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
4. સાબુદાણામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે. સાબુદાણા ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.
5. સાબુદાણામાં વિટામિન ઈ અને એલેનિયમ હોય છે જે વાળ અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે.
સાબુદાણા કયા સમયે ખાવા ?
સવારે નાસ્તામાં સાબુદાણા ખાવા ફાયદાકારક સાબિત થાય છે. સવારે નાસ્તામાં સાબુદાણા ખાવાથી શરીરને ઊર્જા મળે છે અને તેનાથી સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ પણ ઘટે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે