Homemade Scrub: ઘરની વસ્તુઓથી બનેલા સ્ક્રબથી સ્કિન પર કરો 5 મિનિટ મસાજ, ડેડ સ્કિન એકવારમાં થઈ જશે સાફ

Homemade Scrub: થોડા થોડા દિવસે સ્કિનને ડીપ ક્લિન કરવી જરૂરી છે. આ કામ સ્ક્રબથી 5 મિનિટમાં થઈ જાય છે. સ્ક્રબ કરવાથી ડેડ સ્કિન નીકળી જાય છે, બ્લેકહેડ્સ દુર થાય છે અને સ્કિન પર નેચરલ નિખાર આવે છે.સ્ક્રબ તમે ઘરમાં રહેલી આ વસ્તુઓથી કરી શકો છો.
 

Homemade Scrub: ઘરની વસ્તુઓથી બનેલા સ્ક્રબથી સ્કિન પર કરો 5 મિનિટ મસાજ, ડેડ સ્કિન એકવારમાં થઈ જશે સાફ

Homemade Scrub: સ્કિન કેરમાં સ્ક્રબિંગ ખૂબ મહત્વનું હોય છે. સ્ક્રબિંગ કરવાથી સ્કિન અંદરથી સાફ કરવામાં મદદ મળે છે. સાથે જ ખીલ જેવી સમસ્યા ઓછી થાય છે. સામાન્ય રીતે ફેસને ફેસવોશથી ક્લીન કરવામાં આવે છે પરંતુ થોડા થોડા દિવસે સ્કિનનું ડીપ ક્લીનિંગ પણ જરૂરી હોય છે. ખાસ કરીને ડેડ સ્કિન દુર કરવા અને નાકની આસપાસ જામેલા બ્લેકહેડ્સ દુર કરવા માટે સ્ક્રબ કામ આવે છે. માર્કેટમાં રેડીમેડ સ્ક્રબ પણ મળે છે પરંતુ તમે ઘરમાં રહેલી વસ્તુઓની મદદથી પણ સ્ક્રબ કરી શકો છો. આ વસ્તુઓ નેચરલ હોય છે તેથી આડઅસરની ચિંતા વિના તેને યુઝ કરી શકાય છે. 

પોલ્યૂશન, ધૂળના કારણે સ્કિન પર ગંદકી જામે છે જે સ્કિન પ્રોબ્લેમનું કારણ બની શકે છે. આ વસ્તુઓ સાથે સ્કિન પર ડેડ સ્કિન પણ જમા થતી હોય છે જે નોર્મલ ફેશવોશથી દુર થતી નથી. તેને સાફ કરવા માટે સ્ક્રબ કરવું જરૂરી હોય છે. સ્કિન પર જામેલી ગંદકીને દુર કરવા માટે સ્કિનને થોડા થોડા દિવસે એક્સફોલિએટ કરવાની જરૂર પડે છે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે સ્કિનને એક્સફોલિએટ કરવામાં મદદ કરી શકે છે.

ફેસ માટે કોફીનું નેચરલ સ્ક્રબ બનાવવાની રીત

કોફીનું સ્ક્રબ ઘરે બનાવવા માટે 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી કોફી મિક્સ કરી તેમાં કાચું દૂધ એડ કરો. આ મિશ્રણ ઘટ્ટ જ રાખવાનું હોય છે. આ પેસ્ટને ફેસ પર અપ્લાય કરો અને હળવા હાથે મસાજ કરો. 5 મિનિટ મસાજ કરી ફેશવોશ કરી લો. આ સ્ક્રબ કરવાથી સ્કિન સોફ્ટ થઈ જશે અને ગ્લો પણ દેખાશે. 

મસૂર દાળનું સ્ક્રબ બનાવવાની રીત

ચહેરાની સાથે બોડી પરથી પણ ડેડ સ્કીન દુર કરવી જરૂરી છે. તેના માટે મસૂરની દાળને ડ્રાય રોસ્ટ કરી તેનો પાવડર બનાવી લો. હવે તેમાં મુલેઠી પાવડર, મુલતાની માટી અને મધ ઉમેરી પેસ્ટને 1 કલાક રેસ્ટ આપો. ત્યારબાદ તેનો ઉપયોગ સ્ક્રબ તરીકે કરો.

ખાંડ અને મધનું સ્ક્રબ બનાવવાની રીત

ચહેરા અને શરીરની ત્વચાની સાથે હોઠ પરથી પણ ડેડ સ્કિન દુર કરવી જરૂરી છે. તેના માટે 1 ચમચી ખાંડનો પાવડર લઈ તેમાં મધ અને આલ્મંડ ઓઈલ ઉમેરી હોઠ પર અપ્લાય કરી હળવા હાથે મસાજ કરો. 2 મિનિટ પછી કોટનની મદદથી હોઠ સાફ કરી લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news