Skin Care: તડકામાં ફર્યા પછી પણ ચહેરાનો ગ્લો ઓછો નહીં થાય, ગુલાબજળમાં આ વસ્તુ ઉમેરી રોજ લગાડો સ્કિન પર
Skin Care Tips for Summer Days: ઉનાળામાં તડકાના કારણે સ્કિન ડેમેજ થઈ જાય અને ગ્લો છીનવાઈ જાય તે પહેલા જ કેટલીક વસ્તુઓને સ્કિન કેર રુટીનમાં સામેલ કરી લેવી જોઈએ. ખાસ કરીને જે લોકોને દિવસ દરમિયાન તડકામાં જવાનું થતુ હોય તેમણે આ 2 વસ્તુ ચહેરા પર નિયમિત અપ્લાય કરવી જોઈએ. તેનાથી સ્કિન પર ગ્લો જળવાઈ રહે છે.
Trending Photos
Skin Care Tips for Summer Days: ઉનાળામાં તમે સ્કિન પર ફ્રેશનેસ અને ગ્લો જાળવી રાખવા માંગો છો તો અત્યારથી જ કેટલીક વસ્તુઓને સ્કીન કેરમાં સામેલ કરી લેવી જોઈએ. ખાસ કરીને જે લોકોને દિવસ દરમિયાન તડકામાં જવાનું થતું હોય તેમણે સ્કીન કેર રૂટિનમાં ઘરમાં રહેલી 2 વસ્તુઓનો સમાવેશ શરૂ કરી દેવો જોઈએ. તડકાના કારણે સ્કીન એક વખત ડેમેજ થઈ જાય તો પછી તેને રીપેર કરવા માટે મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવવી પડે છે. પરંતુ જો તમે શરૂઆતથી જ કેટલીક વસ્તુઓને સ્કીન રૂટિનમાં સામેલ કરી લેશો તો સ્કીન ડેમેજ જ નહીં થાય અને ઉનાળામાં પણ સ્કીન એકદમ ખીલી રહેશે.
ગુલાબ જળ અને હળદર 2 એવી વસ્તુ છે જે ચહેરા પર ચમક જાળવી રાખે છે. આ બંને વસ્તુ એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટીક ગુણથી ભરપૂર હોય છે. તેને અપ્લાય કરવાથી સ્કિન હેલ્થી રહે છે અને સ્કીનની સુંદરતા પણ જળવાઈ રહે છે. તો ચાલો તમને જણાવીએ ગુલાબજળ અને હળદરને સ્કીન પર અપ્લાય કરવાથી થતા લાભ વિશે.
હળદર અને ગુલાબજળ લગાડવાના ફાયદા
- હળદરનો ઉપયોગ દાદી નાનીના સમયથી સ્કીન કેરમાં અને હેલ્થ સંબંધિત સમસ્યામાં કરવામાં આવે છે. હળદર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તે ત્વચાને ફાયદો કરે છે. ગુલાબજળ પણ એવી વસ્તુ છે દરેક પ્રકારની સ્કીન પર ફાયદાકારક સાબિત થાય છે આ બંને વસ્તુને સાથે મિક્સ કરીને લગાડવાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો દેખાય છે.
- ઉનાળા દરમિયાન ચહેરા પર હળદર અને ગુલાબજળ લગાડવાથી સ્કીનને ઠંડક મળે છે અને તડકાના કારણે સ્કીન પર છે ડેમેજ થયું હોય તેમાં પણ આરામ મળે છે.
- ગુલાબ જળમાં એન્ટિ બેક્ટેરિયલ તત્વ હોય છે તેને લગાડવાથી સ્કીનના સોજા અને સ્કીનની નાની મોટી સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે. ગુલાબજળ સ્કિનના ડીપ ક્લિનિંગ માટે પણ ફાયદાકારક છે.
- સન ટેનિંગના કારણે ત્વચા રફ અને ડ્રાય થઈ જાય છે. તેવામાં ત્વચા પર ગુલાબજળ અને હળદર લગાડવાથી સ્કીન સોફ્ટ બને છે અને સ્કીન પર નેચરલ ગ્લો આવે છે. હળદર અને ગુલાબજળ સ્કીન માટે ટોનરનું કામ કરે છે.
કેવી રીતે કરવો ઉપયોગ ?
હળદર અને ગુલાબજળને યોગ્ય માત્રામાં અપ્લાય કરવા જરૂરી છે. જો હળદરની માત્રા વધી જાય તો ચહેરા પર પીળાશ દેખાવા લાગે છે. તેથી હંમેશા આ માપથી મિશ્રણ તૈયાર કરવું અને તેને ચહેરા પર લગાડવું. તેના માટે 3 થી 4 ચમચી ગુલાબજળ લેવું અને તેમાં બસ એક જ ચપટી હળદર પાવડર ઉમેરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો અને 15 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. રોજ રાત્રે આ ફેસપેક અપ્લાય કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે