Coffee Face Mask: સ્કિન કેરમાં યુઝ કરો કોફી, ખીલ મટશે અને સ્કિન દેખાશે એકદમ બ્રાઈટ, આ રહી કોફી માસ્ક બનાવવાની રીત
Coffee Face Mask: કોફી પીવાથી માઈન્ડ ફ્રેશ થઈ જાય છે તે રીતે કોફીને સ્કિન પર અપ્લાય કરવાથી સ્કિન પણ ફ્રેશ, ગ્લોઈંગ અને બ્રાઈટ દેખાવા લાગે છે. આ વાત માનવામાં ન આવતી હોય તો એકવાર અહીં દર્શાવેલી રીતે કોફી માસ્ક બનાવી સ્કિન પર અપ્લાય કરી જુઓ. તમને એકવારમાં જ સ્કિનમાં ફરક દેખાવા લાગશે.
Trending Photos
Coffee Face Mask: કોફીનો ઉપયોગ કરીને ત્વચાની સુંદરતા પણ વધારી શકાય છે. કોફીના એવા ફેસ માસ્ક છે જેનાથી રંગત તુરંત નિખરે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળે છે. કોફીનો ઉપયોગ સ્કીન કેરમાં કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે કોફીથી બનતા ફેસ માસ્ક બનાવવા માટે ઘરમાં રહેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે.
જો તમે પણ ડલ થયેલી સ્કીન અને બ્રાઇટ કરવા અને ખીલ સહિતની ત્વચાની સમસ્યાને દૂર કરવાના ઘરેલુ ઉપાય શોધી રહ્યા છો તો એક વખત કોફીનો આ ફેસપેક ટ્રાય કરજો. આ રીતે કોફીનું માસ્ક બનાવીને ચહેરા પર લગાડશો એટલે ત્વચામાં તમને તુરંત જ ફેરફાર દેખાશે.
કોફીનું માસ્ક લગાડવાના ફાયદા
- કોફીમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ડેડ સ્કિન તુરંત દૂર કરે છે અને ત્વચા બ્રાઇટ અને ગ્લોઇંગ દેખાવા લાગે છે.
- કોફીથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે જેના કારણે ત્વચા પર રોનક આવે છે અને રંગત ખીલી જાય છે.
- કોફી નેચરલ રીતે ત્વચાનું વધારાનું તેલ શોષી લે છે જેના કારણે ઓઈલી સ્કીન ધરાવતા લોકોને પણ કોફી ફાયદો કરે છે.
- કોફીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ખીલ અને એક્ને વધારતા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે.
- કોફીમાં રહેલા એન્ટિકસીડન્ટ ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને રોકવામાં અને કરચલીઓને ઘટાડવામાં મદદ કરે છે.
કોફીનું ફેસ માસ્ક બનાવવાની રીત
સૌથી પહેલા એક બાઉલમાં કોફી પાવડર લેવો અને તેમાં મધ મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો. સૌથી પહેલા ચહેરાને સાફ કરી અને કોરો કરી લો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો. 10 મિનિટ તેને રહેવા દો અને પછી 5 મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. મસાજ કર્યા પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. ચહેરો સાફ કર્યા પછી લાઈટ મોસ્ચરાઇઝર અપ્લાય કરો.
આ રીતે તૈયાર કરેલું ફેસ માસ્ક અઠવાડિયામાં 2 વખત લગાડી શકાય છે. કોફીનું ફેસ માસ્ક જો તમે પહેલી વખત અપ્લાય કરતા હોય તો પેચ ટેસ્ટ કરી લેવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેનું પુષ્ટિ કરતું નથી )
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે