રેકોર્ડ ડેટ: 3 કંપનીએ ડિવિડન્ડની કરી જાહેરાત, રેકોર્ડ પણ થઈ ફાઈનલ

Dividend Stock: શેરબજારમાં અનેક કંપનીઓએ ડિવિડન્ડની જાહેરાત કરી છે અને તેની રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. જો કે અનેક કંપનીએ માર્ચમાં જ ડિવિડન્ડની જાહેરાત કરી છે, આમાથી મોટા ભાગની કંપનીઓએ 2024માં પણ ડિવિડન્ડ આપ્યું છે, ત્યારે 2025ની શરૂઆતમાં જ ડિવિડન્ડની જાહેરાતથી રોકાણકારોને વર્ષની શરૂઆતમાં જ મોટી ભેટ મળી છે.

1/6
image

Dividend Stock: શેરબજારમાં ઘણી કંપનીઓએ ડિવિડન્ડની જાહેરાત કરી છે અને તેની રેકોર્ડ તારીખ માર્ચ મહિનામાં છે. આમાંની ઘણી કંપનીઓએ અગાઉ પણ રોકાણકારોને ડિવિડન્ડ આપ્યા છે.   

2/6
image

મિશ્રા ધાતુ નિગમ લિ.(Mishra Dhatu Nigam Ltd): કંપનીની બોર્ડ મીટિંગ હવે 19 માર્ચે યોજાવાની છે. જો આ બેઠકમાં રોકાણકારોને ડિવિડન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવે છે, તો તેના માટે નક્કી કરાયેલ રેકોર્ડ તારીખ 25 માર્ચ, 2025 છે. કંપનીએ છેલ્લે માર્ચ 2024 માં એક્સ-ડિવિડન્ડનો ટ્રેડ કર્યો હતો. ત્યારે કંપનીએ પ્રતિ શેર 1.41 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, ગુરુવારે કંપનીના શેર 2.08 ટકાના વધારા સાથે 270.40 રૂપિયા પર બંધ થયા હતા.  

3/6
image

રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ(RailTel Corporation of India Ltd): આ રેલવે સ્ટોકે પણ ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે. કંપનીએ પ્રતિ શેર એક રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. રેલવે સ્ટોકે જણાવ્યું છે કે 2 એપ્રિલ રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે કંપનીના શેર 2.25 ટકાના ઘટાડા બાદ 282.70 રૂપિયા પર બંધ થયા હતા.  

4/6
image

પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિ.(Power Finance Corporation Ltd): કંપનીએ એક્સચેન્જને જાણ કરી છે કે તેણે પ્રતિ શેર 3.50 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે. આ સરકારી કંપનીની રેકોર્ડ તારીખ 19 માર્ચ નક્કી કરવામાં આવી છે. 

5/6
image

 ગુરુવારે, કંપનીના શેર 1.95 ટકાના ઘટાડા પછી 388.10 રૂપિયા પર બંધ થયા હતા. અગાઉ, કંપનીના શેર 28 ફેબ્રુઆરીના રોજ એક્સ-ડિવિડન્ડમાં ટ્રેડ થયા હતા. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડના શેરે 3.50 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

6/6
image

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)