Gardening Tips: મોગરાના છોડમાં આવશે મોટા અને વધારે ફુલ, પાણીમાં સાદુ પાણી નહીં આ સફેદ પાણી પીવડાવજો
Gardening Tips: મોગરાના સફેદ ફુલ દેખવામાં સુંદર હોવાની સાથે સુગંધી પણ હોય છે. તેની સુગંધ ઘરને મહેકાવે છે અને સ્ટ્રેસ દુર કરી દે છે. આ ફુલ ભગવાનને પણ અતિપ્રિય છે. ઘણા લોકોના ઘરમાં મોઘરાનો છોડ તો હોય છે પરંતુ તેમાં સારા ફુલ નથી આવતા. જો આવું થતું હોય તો મોગરાના છોડમાં ખાસ પ્રકારનું પાણી ઉમેરવું જોઈએ.
મોગરાના છોડમાં વધારે ફુલ આવશે
મોગરાના છોડમાં સારા ફુલ ન આવતા હોય અથવા ઓછા ફુલ આવતા હોય તો તેમાં સાદું પાણી ઉમેરવાને બદલે ચોખાનું પાણી ઉમેરવું. ચોખાનું પાણી છોડમાં નાખશો તો ફુલ વધારે આવશે અને મોટા આવશે.
ફુલનો ગ્રોથ સારો થાય
ચોખાના પાણીમાં સ્ટાર્ચ, એમીનો એસિડ અને વિટામિન જેવા પોષકતત્વો હોય છે. આ પોષકતત્વો છોડનો ગ્રોથ વધારવામાં પણ મદદ કરે છે. ચોખાના પાણીમાં જે સ્ટાર્ચ હોય છે તે માટીની ગુણવત્તા પણ સુધારે છે જેના કારણે ફુલનો ગ્રોથ સારો થાય છે.
ચોખા પલાળ્યા હોય તે પાણી
ભાત બનાવો ત્યારે જે પાણી વધે તેને સ્ટોર કરી લેવું. આ ઉપરાંત ચોખા પલાળ્યા હોય તે પાણી પણ મોગરાના છોડમાં નાખી શકાય છે.
સપ્તાહમાં એકવાર
ચોખાનું પાણી રોજ ઉમેરવું હોય તો થોડી માત્રામાં ઉમેરવું અને રોજ ન ઉમેરવું હોય તો સપ્તાહમાં એકવાર પણ ઉમેરી શકો છો.
ચોખાનું પાણી
ચોખાનું પાણી છોડમાં નાખવાનું શરુ કરશો એટલે ફુલ વધારે આવવા લાગશે અને નવી કળીઓ પણ ઝડપથી દેખાવા લાગશે.
Trending Photos