ગુજરાતના આ હાઈવે પરથી આજે નીકળતા નહિ, 15 કિમીનો ટ્રાફિકજામ થયો, વાહનોની લાઈનો લાગી

Traffic Jam On Ahmedabad Mumbai Highway રવિ અગ્રવાલ/વડોદરા : અમદાવાદ-મુંબઈ હાઇવે પર 15 કિમીનો ટ્રાફિકજામ... વડોદરા પાસે જાંબુવાબ્રિજ પર વાહનોના થપ્પા, 5 એમ્બ્યુલન્સ ફસાઈ... રસ્તામાં ખાડા પડતાં વાહનચાલકોમાં આક્રોશ

1/5
image

વડોદરા શહેર નજીકથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી જતા આજે વહેલી સવારથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને કારણે વાહનચાલકો પરેશાન છે.   

2/5
image

જામ્બુવા બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પર હેવી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. જેને કારણે હાઇવે પર વાહનોના થપ્પા લાગ્યા હતા. જેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. 

3/5
image

આ સાથે જ આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકના કારણે અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આજે સવારે 5 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. રોજેરોજના માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

4/5
image

વડોદરા પાસે નેશનલ હાઇવે પર સવાર-સવારમાં 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાયા હતા. અહીં દર વખતે ચોમાસામાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્ત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. 

5/5
image

વાહનોની વણજાર લાગતા લોકો પરેશાન થઈ જતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જામ્બુવા બ્રિજ બે લેનનો છે, જ્યારે હાઇવે 6 લેનનો છે, જેથી બ્રિજના કારણે ભારે ટ્રાફિક જામ થાય છે. બ્રિજ નાનો હોવાની સાથે બ્રિજ પર મોટા મોટા ખાડા પણ પડી ગયા છે, જેનું સમારકામ નેશનલ હાઇવે ઓથોરિટી ના કરાવતાં વાહનચાલકોને ટ્રાફિકજામમાં કલાકો સુધી ફસાવવું પડે છે.