"હું તેના બાળકોની મા..." શ્રેયસ ઐયરના પ્રેમમાં પાગલ બની આ અભિનેત્રી

Shreyas Iyer-Edin Rose : બિગ બોસ સેન્સેશન એડન રોઝે ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે, એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું કે ઐયર તેનો ક્રશ છે. એટલું જ નહીં, એડને તો એમ પણ કહ્યું કે તેણે પહેલાથી જ ઐયરને પોતાનો પતિ માની લીધો છે.

1/5
image

પંજાબ કિંગ્સે 2025ની IPL સીઝનમાં શ્રેયસ ઐયરને ટીમનો કેપ્ટન બનાવ્યો. ઐયરના નેતૃત્વમાં ટીમ 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચી. જોકે, પંજાબની ટીમ તેની પ્રથમ IPL ટ્રોફી જીતવાથી માત્ર એક ડગલું દૂર રહી. ફાઇનલમાં RCBએ તેમને 6 રનથી હરાવી અને ટાઇટલ જીત્યું. ટુર્નામેન્ટ સમાપ્ત થયા પછી, ઘણા દિગ્ગજોએ ઐયરની કેપ્ટનશીપની ખુલ્લેઆમ પ્રશંસા કરી. હવે એક અભિનેત્રીએ ખુલ્લેઆમ ઐયર પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

2/5
image

બિગ બોસ 18માં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ એડિન રોઝે ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર વિશે ખુલ્લેઆમ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે, જેના કારણે તે ચર્ચામાં આવી છે. સલમાન ખાનના રિયાલિટી શોમાં દેખાતી એડિન રોઝ સ્ક્રીન પર જોવા મળતી નથી, પરંતુ તે ઘણી ઇવેન્ટ્સમાં જોવા મળે છે.  

3/5
image

એડિન રોઝે સ્પષ્ટપણે કહ્યું છે કે તે શ્રેયસ ઐયરની 'દિવાની' છે. આ અભિનેત્રીએ તો એમ પણ કહ્યું છે કે તેણે શ્રેયસ ઐયરને મનમાં પોતાનો પતિ માની લીધો છે. આ ઉપરાંત, તેણીએ એમ પણ કહ્યું છે કે તેણે પોતાને શ્રેયસ ઐયરના બાળકોની માતા માની લીધી છે, ભલે તે આજ સુધી શ્રેયસ ઐયરને મળી નથી.

4/5
image

એક ઇન્ટરવ્યુમાં, એડિન રોઝે કહ્યું, 'મારું માનવું છે કે હું તેના બાળકોની માતા છું. મારા મનમાં મેં પહેલાથી જ તેની સાથે લગ્ન કરી લીધા છે.' અભિનેત્રીએ આગળ કહ્યું, 'તે મને દરરોજ પ્રેરણા આપે છે. તેની નમ્રતા, તેનું ધ્યાન અને તેનું વર્તન - આ તે બાબતો છે જે મને ખરેખર પ્રશંસનીય લાગે છે.'

5/5
image

જોકે, શ્રેયસ ઐયર તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ એ ચોક્કસ છે કે એડિન રોઝ શ્રેયસ ઐયરને ખૂબ પસંદ કરે છે. એડિન રોઝને ક્રિકેટ જોવાનો ખૂબ શોખ છે. આઈપીએલ 2025માં શ્રેયસ ઐયરની ઇનિંગ્સ અને રમત જોયા પછી એડિન રોઝ તેનાથી ખૂબ પ્રભાવિત થઈ હતી.