મગજમાં લોહી ગંઠાઈ જવાથી આ લક્ષણો જોવા મળે છે, નજરઅંદાજ કરશો તો જીવ જોખમમાં મુકાશે

મગજમાં લોહી ગંઠાઈ જવું ગંભીર સ્થિતિ છે. મેડિકલ ભાષામાં મગજમાં લોહી જામી જવાની સ્થિતિને સેરેબ્રલ થ્રોમ્બોસિસ કહેવાય છે. મગજની નસો જ્યારે સંકોચાય છે તો બ્લડ ફ્લો સારી રીતે થતો નથી, જેથી લોહી ગંઠાઈ જાય છે. લોહી ગંઠાઈ જવાથી મગજમાં પોષક તત્વો અને ઓક્સીજન પહોંચી શકતો નથી, જેથી બ્રેન સેલ્સ મરવા લાગે છે. જો સમય પર સારવાર ન કરવામાં આવે તો મોત પણ થઈ શકે છે. મગજમાં લોહી ગંઠાઈ જાય તો કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને નજરઅંદાજ ન કરવા જોઈએ.
 

બોલવામાં મુશ્કેલી

1/5
image

અચાનક બોલવામાં સમસ્યા થાય, કોઈ શબ્દનું યોગ્ય રીતે ઉચ્ચારણ ન થાય તો તે મગજમાં લોહી ગંઠાઈ જવાનો સંકેત હોઈ શકે છે. અચાનક કોઈ વ્યક્તિ યોગ્ય રીતે ન બોલી શકે કે પછી શબ્દોને સાચી રીતે ન બોલી શકે તો આ લક્ષણને ગંભીરતાથી લઈ ડોક્ટરને દેખાડો.

 

અચાનક માથામાં દુખાવો

2/5
image

અચાનક માથામાં ભારે દુખાવો થાય તો પણ મગજમાં લોહી ગંઠાઈ જવાનો સંકેત હોઈ શકે છે. કોઈ કારણ વગર માથામાં અચાનક દુખાવો થાય તો ડોક્ટરને દેખાડો.

ઝાંખી દ્રષ્ટિ

3/5
image

 અચાનક ઝાંખુ કે ડબલ દેખાય તો મગજમાં લોહી ગંઠાવાનો સંકેત હોઈ શકે છે. આ લક્ષણને નજરઅંદાજ ન કરો અને ડોક્ટરને દેખાડો. કારણ કે આ બ્લડ ક્લોટિંગનો મોટો સંકેત હોઈ શકે છે.

હાથ-પગ સુન્ન થઈ જવાં

4/5
image

હાથ અને પગમાં અચાનક નિષ્ક્રિયતા આવવી, ખાસ કરીને શરીરના એક ભાગમાં, મગજમાં લોહી ગંઠાઈ જવાની નિશાની છે. હાથ અને પગમાં અચાનક નિષ્ક્રિયતા આવવાને અવગણશો નહીં, શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની મુલાકાત લો.

Disclaimer

5/5
image

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.