30 ઓગસ્ટથી આ 8 રાશિઓને થશે છપ્પરફાડ લાભ, બુધનું નક્ષત્ર પરિવર્તન કરશે માલામાલ!

Budh Gochar 2025: 30 ઓગસ્ટના રોજ બુધ ગ્રહ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહનું મઘા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓની લાઈફમાં મોટો પોઝિટિવ ચેન્જ આવશે. આ રાશિના જાતકોને આ સમય દરમિયાન બમ્પર લાભ મળશે. ચાલો જાણીએ કે બુધનું આ ગોચર કઈ રાશિઓ માટે સારું રહેશે?

બુધ નક્ષત્ર પરિવર્તન

1/10
image

30 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 4:17 વાગ્યે ગ્રહોનો રાજકુમાર બુધ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ સમય દરમિયાન સિંહ રાશિમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ બુદ્ધિ, વાણી, વ્યવસાય અને સંદેશાવ્યવહારનો કારક છે. જ્યારે મઘા નક્ષત્ર કેતુને આધીન છે. આ સાથે જ શક્તિ અને નેતૃત્વનું પ્રતીક છે. આ ગોચર કેટલીક રાશિઓ માટે ખાસ શુભ રહેશે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને તેમની લાઈફમાં છપ્પપફાડ લાભ જોવા મળશે. ચાલો જાણીએ કે બુધનું આ ગોચર કઈ રાશિઓ માટે સારો સમય લઈને આવશે?

મેષ રાશિ

2/10
image

મેષ રાશિના જાતકો આ ગોચર પાંચમા ભાવને પ્રભાવિત કરશે. આ સમય સર્જનાત્મકતા, શિક્ષણ અને પ્રેમ સંબંધો માટે અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે અને તેમની એકાગ્રતા વધશે. સર્જનાત્મક કાર્યમાં નવી તકો પ્રાપ્ત થશે. પ્રેમીઓ વચ્ચે વાતચીત મધુર બનશે અને વેપારીઓને નવી વ્યૂહરચનાઓનો લાભ મળશે.

વૃષભ રાશિ

3/10
image

વૃષભ રાશિના જાતકો માટે બુધ ચોથા ભાવને પ્રભાવિત કરશે. આ ગોચર કૌટુંબિક સુખ, સંપત્તિ અને માતાના સ્વાસ્થ્ય માટે શુભ રહેશે. પરિવાર સાથે સમય વિતાવવા અને ઘરેલું બાબતોમાં સુધારો કરવાની તકો મળશે. રિયલ એસ્ટેટ અથવા સંપત્તિ સાથે સંકળાયેલા જાતકોને રોકાણમાં લાભ મળી શકે છે. માનસિક શાંતિનો અનુભવ થશે.

મિથુન રાશિ

4/10
image

મિથુન રાશિનો સ્વામી બુધ છે. આ ગોચર તમારા ત્રીજા ભાવને પ્રભાવિત કરશે. આ સમય વાતચીત, લેખન અને ટૂંકી યાત્રાઓ માટે અત્યંત ફાયદાકારક રહેશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે. લેખકો, પત્રકારો અને ઉદ્યોગપતિઓ માટે નવી તકો ખુલશે. સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયતા વધશે.

સિંહ રાશિ

5/10
image

સિંહ રાશિના જાતકો માટે આ ગોચર પ્રથમ ભાવમાં થશે. તે વ્યક્તિત્વ, બુદ્ધિ અને આત્મવિશ્વાસમાં વધારો કરશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. વ્યવસાયમાં નવા વિચારો લાગુ કરવા માટે આ સારો સમય છે. બૌદ્ધિક કાર્યમાં સફળતા મળશે.

કન્યા રાશિ

6/10
image

કન્યા રાશિના જાતકોના બીજા ભાવમાં આ ગોચરની અસર થશે. આ ગોચર ધન, વાણી અને પારિવારિક સુખ માટે શુભ સમય છે. આ સમય દરમિયાન તમારી વાણી પ્રભાવશાળી બનશે, જેના કારણે વ્યવસાયિક સોદા અને વાટાઘાટોમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને રોકાણની નવી તકો ઉપલબ્ધ થશે.

તુલા રાશિ

7/10
image

તુલા રાશિના જાતકોના 11મા ભાવમાં આ ગોચરનો પ્રભાવ પડશે. આવક અને સામાજિક સંપર્ક માટે આ શુભ છે. તમને મિત્રો અને સહયોગિઓ તરફથી મદદ મળશે. વ્યવસાયમાં નવા પાર્ટનર બની શકે છે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. સામાજિક કાર્યક્રમોમાં ભાગીદારી વધશે.

ધન રાશિ

8/10
image

ધન રાશિના જાતકો માટે આ ગોચર દસમા ભાવ પર અસર કરશે. આ ભાવ કરિયર અને સામાજિક પ્રતિષ્ઠા માટે શુભ છે. નોકરી કરતા જાતકોને માન-સન્માન અને નવી જવાબદારીઓ મળશે. ઉદ્યોગપતિઓને નવા પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે. નેતૃત્વ ક્ષમતા અને વ્યવસ્થાપન કૌશલ્ય સારું રહેશે.

મકર રાશિ

9/10
image

મકર રાશિના જાતકો માટે બુધનું આ ગોચર નવમા ભાવને પ્રભાવિત કરશે. આ સમય ઉચ્ચ શિક્ષણ, આધ્યાત્મિક વિકાસ અને લાંબી મુસાફરી માટે અનુકૂળ છે. વિદેશી સંપર્કો અથવા યાત્રાઓથી લાભ મળી શકે છે. બૌદ્ધિક અને આધ્યાત્મિક કાર્યમાં પ્રગતિ થશે.

10/10
image

(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)