PICS: ભારતના સ્ટાર, ડેશિંગ ક્રિકેટરના પ્રેમમાં પાગલ થઈ આ અભિનેત્રી, મનમાં પતિ માની બેઠી, બે બાળકોનું છે સપનું
Edin Rose loves star Indian cricketer: એડિન રોઝ રિયાલિટી શો બિગ બોસ 18થી ચર્ચામાં આવી હતી. 'રાવણસુરા'માં એડિનનું આઈટમ નંબર ખુબ લોકપ્રિય રહ્યું હતું.
સ્ટાર ક્રિકેટરના પ્રેમમાં પાગલ
ભારતીય સ્ટાર ખેલાડી કે જેણે હાલમાં જ પોતાની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સને આઈપીએલ 2025ની ફાઈનલ સુધી પહોંચાડ્યું હતું તે શ્રેયસ ઐય્યર આ અભિનેત્રીને ખુબ ગમે છે. પંજાબ જોકે ફાઈનલ હારી ગયું હતું.
બિગ બોસ 18માં જોવા મળી હતી
રિયાલિટી શો બિગ બોસ 18માં જોવા મળેલી એડિન રોઝ ભલે હવે સ્ક્રીન પર ઓછી જોવા મળતી હોય પરંતુ તે ઈવેન્ટ્સ અને જાહેરમાં અવારનવાર જોવા મળતી હોય છે.
શ્રેયસ ઐય્યરના પ્રેમમાં પાગલ છે
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં એડિને પોતાના અંગત જીવનને લઈને અનેક રહસ્યો ખોલ્યા. તેણે કહ્યું કે તે ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐય્યરના પ્રેમમાં સંપૂર્ણ રીતે પાગલ છે.
દિલથી શ્રેયસને માને છે પતિ
ફિલ્મી જ્ઞાનને આપેલા ઈન્ટરવ્યુમાં એડિને કહ્યું કે તેને શ્રેયસ ઐય્યર ખુબ પસંદ છે. એટલો પસંદ છે કે તે તેને મનમાંને મનમાં પોતાનો પતિ માની ચૂકી છે.
શ્રેયસ સાથે લગ્ન કરીને બાળકોની માતા બનવાનું સપનું
એડિને કહ્યું છે કે તેના મનમાં શ્રેયસ ઐય્યર સાથે લગ્ન કરીને તથા તેના બે બાળકોની માતા બનવાનું સપનું છે.
શ્રેયસનો દ્રષ્ટિકોણ
જો કે અભિનેત્રીએ શ્રેયસ ઐય્યર તેના વિશે શું વિચારે છે તે અંગે કશું કહ્યું નથી. પરંતુ તેણે એટલું જરૂર કહ્યું કે તેને શ્રેયસ ખુબ પસંદ છે.
મને ક્રિકેટ જોવું ગમે છે
એડિનને પણ ક્રિકેટ જોવું ખુબ ગમે છે. તે હાલમાં જ રમાયેલી આઈપીએલ 2025માં શ્રેયસની બેટિંગ અને રમતથી ખુબ પ્રભાવિત થઈ હતી.
દુબઈમાં થયો જન્મ
મીડિયા રિપોર્ટ્સ મુજબ એડિન રોઝનો જન્મ દુબઈમાં થયો હતો અને ત્યાં જ તેનો ઉછેર થયો હતો. પરંતુ અભિનયમાં રસ હોવાના કારણે તે ભારત આવી. એડિન રોઝ એક જાણીતી અભિનેત્રી અને મોડલ છે. તે સાઉથના સુપરસ્ટાર રવિ તેજા સાથે પણ કામ કરી ચૂકી છે. એડિને ફિલ્મ રાવણસુરામાં એક આઈટમ સોંગ કર્યું હતું.
બિગ બોસ 18થી થઈ ફેમસ
એડિન રોઝ રિયાલિટી શો બિગ બોસ 18થી ચર્ચામાં આવી હતી. રાવણસુરામાં એડિન રોઝનું આઈટમ સોંગ ખુબ લોકપ્રિય રહ્યું હતું. બિગ પોસ 18 બાદથી તે સ્ક્રીનથી દૂર રહી છે પરંતુ અચાનક શ્રેયસ વિશે કરેલી ટિપ્પણીઓના કારણે તે મીડિયામાં ચર્ચામાં આવી.
સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ
એડિન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે પોતાના હોટ ફોટા શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની તગડી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર જ તેના એક મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
કયા ધર્મને માને છે
26 વર્ષની એડિન રોઝને પ્રેમથી બાર્બી પણ કહે છે. તેણે એરોનોટિક્સમાં ડિગ્રી મેળવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એડિન ઈસ્લામ ધર્મને માને છે. તેના પિતાનો પરિવાર મ્યાંમારથી છે અને તે તમિલ છે તથા માતા કર્ણાટકની છે.
Trending Photos