Lifehacks: વરસાદી વાતાવરણમાં ધોયેલા કપડાને ઝડપથી સુકાવા અપનાવો આ સરળ ટ્રિક્સ

Clothes Drying Hacks: વરસાદ આવે ત્યારે વાતાવરણ તો મજા આવે તેવું થઈ જાય છે પરંતુ જો બે ત્રણ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહે તો કપડાં સૂકવવાની સમસ્યા થઈ જાય છે. ચોમાસામાં ધોયેલા કપડાં ઝડપથી કોરા થતા નથી અને તેમાંથી સ્મેલ પણ આવે છે. જો તમે ચોમાસામાં આ સમસ્યાથી બચવા માંગો છો તો તેના માટેની કેટલીક ટીપ્સ તમને જણાવીએ જેને ફોલો કરવાથી વરસાદી વાતાવરણમાં પણ કપડાં ઝડપથી કોરા થઈ શકે છે. 
 

ડબલ ડ્રાયર

1/6
image

વોશિંગ મશીનમાં ઓટોમેટીક કપડા ડ્રાય થઈ જતા હોય છે. પરંતુ ડ્રાયર નક્કી કરેલી મિનિટ માટે જ ચાલે છે. ચોમાસા દરમિયાન કપડા ઝડપથી કોરા કરવા હોય તો ડ્રાયર પાંચ મિનિટ સુધી ચલાવો. તમે કપડામાં બે વખત ડ્રાયર કરી શકો છો.   

હેર ડ્રાયર 

2/6
image

કેટલાક કપડાં એવા હોય છે જે વોશિંગ મશીનમાં સારી રીતે ડ્રાય થતા નથી. આવા કપડાને ડ્રાય કરવા માટે હેર ડ્રાયરની મદદ લઈ શકાય છે. મોજા, રૂમાલ જેવા નાના કપડાને વોશિંગ મશીનમાં ડ્રાય કર્યા પછી હેર ડ્રાયરથી પણ કોરા કરી શકો છો.

કુલરનો ઉપયોગ કરો

3/6
image

ચોમાસામાં કુલરનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી પરંતુ કપડાં સૂકવવામાં કુલર કામ લાગશે. વોશિંગ મશીનમાં ડ્રાય કરેલા કપડાને સ્ટેન્ડ પર સારી રીતે લગાવીને કુલર ચાલુ કરી દો. ધ્યાન એ વાતનું રાખવાનું છે કે કુલરનો વોટર પંપ બંધ કરી દેવો. આ રીતે કુલર ચલાવશો તો થોડી મિનિટોમાં જ કપડાં કોરા થઈ જશે.   

મીઠાનું બાઉલ 

4/6
image

વરસાદી વાતાવરણમાં ઘરમાં પણ ભેજનું પ્રમાણ વધી જાય છે તેથી ઘરમાં સુકવેલા કપડા ઝડપથી કોરા થતા નથી. આ સ્થિતિમાં કપડાને સ્ટેન્ડ પર રાખી પંખા નીચે રાખો અને કપડાના સ્ટેન્ડની પાસે એક બાઉલમાં મીઠું ભરીને રાખી દો. તેનાથી રૂમમાં રહેલું મોઈશ્ચર મીઠું શોષી લેશે અને કપડાં ઝડપથી સૂકાશે   

ઈસ્ત્રી 

5/6
image

કપડાને સ્ટેન્ડ પર રાખીને પંખા નીચે રાખો. જ્યારે કપડા થોડા કોરા થઈ જાય પછી તેના પર ઇસ્ત્રી ફેરવો. ઈસ્ત્રી કરવાથી કપડાનો ભેજ ઝડપથી દૂર થઈ જશે.  

6/6
image