એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં કાલથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં ખેડૂતો મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ગાયબ થઈ ગયો છે. વરસાદ ન પડવાને કારણે ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે વરસાદ અંગે સારા સમાચાર આપ્યા છે.
 

હવામાન વિભાગની આગાહી

1/6
image

ગુજરાત હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી આગામી સાત દિવસની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે 14 ઓગસ્ટથી 19 તારીખ સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વરસાદમાં તીવ્રતા આવશે.

રાજ્યમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય

2/6
image

હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ, કચ્છ પર અપર એર સાક્લોનિક સર્ક્યુલેશન, પૂર્વ પશ્ચિમ મોન્સૂન ટ્રફ સહિત ચાર સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વધી ગઈ છે.  

3/6
image

હવામાન વિભાગે જણાવ્યું કે 14 ઓગસ્ટે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, વલસાદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 15 ઓગસ્ટે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ તાપી જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના છે.

4/6
image

ગુજરાતમાં 16 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની સંભાવના છે. 17 ઓગસ્ટે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને સુરત સહિત વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી છે.

5/6
image

તો 18 ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધી શકે છે. આ દિવસે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, દાહોદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

6/6
image

હવામાન વિભાગે જણાવ્યું કે 19 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. 19 તારીખે જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાદ જિલ્લામાં વરસાદ પડી શકે છે.