એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ઓગસ્ટ મહિનો છે ભારે! આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે?

Ambalal Patel Forecast: ગુજરાતમાં થોડા દિવસના વરસાદથી રાજ્યના લોકોને ઘણી રાહત મળી છે, પરંતુ હવે વરસાદ બંધ થઈ ગયો છે. હવામાન ફરી બદલાઈ રહ્યું છે અને ગરમીની સાથે ભેજ પણ વધી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

1/6
image

આગામી 27, 28 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય નવસારી, પંચમહાલ, દાહોદ, પંચમહાલ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 જુલાઈ એ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 

2/6
image

દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઓફ શોર ટ્રફ, લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં સિસ્ટમ સક્રિય થઈ છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  

3/6
image

ગુજરાતના વિવિધ ભાગોમાં થોડા દિવસોથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં થોડા દિવસો પહેલા ચોમાસાની પ્રવૃત્તિ જોવા મળી હતી. જોકે, હવે કોઈ પ્રવૃત્તિ નથી. તેથી, વરસાદનો સમયગાળો ઓછો થઈ ગયો છે. થોડા દિવસોના વરસાદથી સર્વત્ર પાણીની સમસ્યા જોવા મળી હતી. કેટલીક જગ્યાએ અતિશય પાણી ભરાઈ ગયું હતું. હવામાન વિભાગે હજુ પણ વરસાદ અંગે ચેતવણી જારી કરી છે. આ સાથે, ચોમાસાની પ્રવૃત્તિ ઓછી છે, પરંતુ તે ગમે ત્યારે બદલાઈ શકે છે.

આ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ

4/6
image

25 જુલાઈએ તાપી, નર્મદા, ડાંગ, સુરત, વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે. 26મી જુલાઈએ ભરૂચ, નવસારી, સુરત, તાપી, નર્મદા, અમરેલી, છોટા ઉદેપુર, ભાવનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ડાંગમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 27મી જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ છે તો સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, રાજકોટ, અમરેલી, નર્મદા, વલસાડ, નવસારી, બનાસકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, તા.પંચમહાલ, તા.પં. ડાંગ.

5/6
image

28ના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 29 જુલાઈએ મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, નવસારી, બનાસકાંઠા અને વલસાડમાં યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં ૩૦ અને ૩૧ જુલાઈ સુધી સારો વરસાદ જોવા મળી શકે છે.  

કયા જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યું રેડ એલર્ટ

6/6
image

હવામાન વિભાગે રાજકોટ, જૂનાગઢ, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, કચ્છ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. રાજ્યમાં ચોમાસાની પ્રવૃત્તિ હવે ચાલુ રહેશે, પરંતુ ગરમી પણ વધી શકે છે. IMD અનુસાર, ચોમાસું લગભગ બંધ થઈ ગયું હતું, પરંતુ તેના અચાનક સક્રિય થવાને કારણે રાજ્યના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો હતો.