Lifehacks: રસોડાની દીવાલો પર છાંટી દો આ પાણી, ઘરમાં નહીં દેખાય એક પણ કીડી

How to Get Rid of Ants: ગરમીના દિવસોમાં માખી, મચ્છર, કીડી જેવા જીવજંતુ ઘરમાં વધી જાય છે. ખાસ તો કીડી રસોડામાં કીડી વધારે નીકળતી હોય છે. કીડી ખાવાપીવાની વસ્તુઓનો નાશ કરે છે. કીડીને ઘરમાંથી દુર કરવા માટે આ 4 ટ્રિક્સ અપનાવી શકાય છે. રસોડામાં ખાવાપીવાની વસ્તુઓમાં કીડી ચઢી જાય છે. અનાજ, લોટ, ખાંડ વગેરેમાં કીડી ચઢી જાય છે. આજે તમને 4 એવી વસ્તુઓ વિશે જણાવીએ જે કીડીઓથી કાયમી છુટકારો આપી દેશે.
 

વિનેગર

1/5
image

જો ઘરની કોઈ એક જગ્યાએથી કીડી વારંવાર નીકળી હોય તો તે જગ્યાએ વિનેગર છાંટી દેવું. તેનાથી કીડી નીકળતી બંધ થઈ જશે.  

લીંબુનો રસ

2/5
image

પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી દિવાલો પર છાંટી દેશો તો કીડી નીકળતી બંધ થશે.  

મીઠું

3/5
image

કીડી વારંવાર નીકળતી હોય તે જગ્યાએ મીઠું છાંટી દેવું. લોટના ડબ્બાની આસપાસ મીઠું છાંટી દેશો તો કીડી નહીં આવે.  

લવિંગ

4/5
image

ખાંડ, લોટ જેવી વસ્તુઓના ડબ્બામાં લવિંગ રાખી દેવું જોઈએ. તેનાથી પણ ખાંડમાં કીડી નહીં ચઢે.  

5/5
image