ડેબિટ કાર્ડ વગર પણ ATMમાંથી ઉપાડી શકો છો રોકડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Cardless Cash Withdraw : જો તમારી પાસે  ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નથી અને તમારે રોકડ ઉપાડવી છે, તો પણ તમે ઉપાડી શકો છો, ત્યારે આ લેખમાં જાણીશું કે, કાર્ડ વગર કેવી રીતે પૈસા શકાય છે અને તેની પ્રોસેસ શું છે. 

1/6
image

ડિજિટલ ઈન્ડિયા ઝુંબેશ સાથે મોટાભાગના ટ્રાન્જેક્શન ડિજિટલ ફોર્મેટ અથવા ઓનલાઇન દ્વારા કરવામાં આવે છે. ક્યારેક અમુક કામ માટે રોકડની જરૂર પડે છે. ત્યારે આપણે ATMમાં જઈએ છીએ અને ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા ઉપાડીએ છીએ. પરંતુ હવે તમે ડેબિટ-ક્રેડિટ કાર્ડ વિના પણ ATMમાંથી રોકડ ઉપાડી શકશો.

2/6
image

ATM રોકડ ઉપાડવાની સિસ્ટમને ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ (ICCW)માં અપગ્રેડ કરવામાં આવી છે. આ સિસ્ટમ યુઝર્સને ડેબિટ કે ક્રેડિટ કાર્ડને બદલે UPI એપનો ઉપયોગ કરીને ATMમાંથી રોકડ ઉપાડવામાં મદદ કરે છે.

3/6
image

કાર્ડલેસ ઉપાડ સેવા દિવસના 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. ATMમાંથી રોકડ ઉપાડવાની આ એક સુરક્ષિત રીત છે. તે તમારા મોબાઇલ પિનનો ઉપયોગ કરીને તમને રોકડ આપે છે.  

4/6
image

સૌથી પહેલા ATM પર જાઓ. ATM મેનૂમાં કાર્ડલેસ ઉપાડ અથવા UPI રોકડ ઉપાડ વિકલ્પ પસંદ કરો. તમને UPI દ્વારા ઓળખ પ્રદાન કરવાનો વિકલ્પ દેખાશે. આ પછી તમારા મોબાઈલમાં UPI એપ ઓપન કરો. તમે BHIM, Paytm, GPay, PhonePe જેવા કોઈપણ UPI IDનો ઉપયોગ કરી શકો છો.  

5/6
image

UPI એપ ખોલતાની સાથે જ તમારી સામે દેખાતા QR કોડને સ્કેન કરો. તમારું પ્રમાણીકરણ UPI દ્વારા કરવામાં આવશે. UPI એપમાં આપેલી સૂચનાઓનું પાલન કરો. આગળની પ્રક્રિયા કાર્ડમાંથી પૈસા ઉપાડવા જેવી જ છે.

6/6
image

જો કે, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વિના રોકડ ઉપાડવા માટે દૈનિક મર્યાદા નક્કી કરવામાં આવી છે. તમે દરરોજ 5 હજાર રૂપિયા ઉપાડી શકો છો. હવે જો તમે ઈચ્છો તો આ 5 હજાર રૂપિયા એક જ વારમાં ઉપાડી શકો છો અથવા કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન બે કે ત્રણ વખત પણ કરી શકો છો. જો કે કેટલીક બેંકોએ આ મર્યાદા 10 હજાર રૂપિયા પ્રતિ દિવસ રાખી છે.