New Tax Regimeમાં પણ મળશે હોમ લોન પર છૂટનો ફાયદો! આ રીતે બચાવી શકો છો 2 લાખ

New Tax Regime: નવા નાણાકીય વર્ષની શરૂઆત થયાને એક મહિનો પુરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં તમારા માટે નવા નાણાકીય વર્ષ માટે આયોજન કરવું મહત્વપૂર્ણ છે. આ વખતે તમારી પાસે બે વિકલ્પો છે, નવી ટેક્સ રિઝીમ અને જૂની ટેક્સ રિઝીમ. નવી ટેક્સ રિઝીમનો પહેલો ફાયદો એ છે કે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈપણ પ્રકારનો ઈનકમ ટેક્સ લાગશે નહીં. તેનો બીજો ફાયદો એ છે કે જો તમારી પાસે કોર્પોરેટ NPS ખાતું છે તો તમે તેના દ્વારા વધુ પૈસા બચાવી શકો છો.

1/8
image

જૂના ટેક્સ રિઝીમમાં તમે હોમ લોન, HRA અને તમામ પ્રકારના રોકાણોનો ક્લેમ કરી શકો છો. જો કે, નવી ટેક્સ રિઝીમમાં પણ હોમ લોન પર મળનારું વ્યાજ છૂટનો ફાયદો લઈ શકશો. નવી ટેક્સ રિઝીમમાં હોમ લોનની છૂટનો ફાયદો લેવા માટે તમારે ઈનકમ ટેક્સ સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું પડશે. સીધી રીતે તો આ ડિસ્કાઉન્ટ તમને નહીં મળે.

2/8
image

જો તમે હજુ પણ નવા નાણાકીય વર્ષમાં હજુ સુધી ઓલ્ડ અને ન્યુ ટેક્સ રિઝીમને લઈ કન્ફ્યૂઝ છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. નવી ટેક્સ રિઝીમ (NTR)માં તમે મોટાભાગના ટેક્સ ડિડક્શનને ક્લેમ નથી કરી શકતા. હવે ફરી પ્રશ્ન એ ઊભો થાય છે કે બન્નેમાંથી શેમાં વધુ ફાયદો મળે છે, જુની ટેક્સ રિઝીમમાં કે પછી નવી ટેક્સ રિઝીમમાં?

3/8
image

કોઈપણ વ્યક્તિનો પહેલો મત એ છે કે નવી ટેક્સ રિઝીમ વધુ ફાયદાકારક છે, કારણ કે તેમાં 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. બીજી કેટલીક વસ્તુઓમાં રૂપિયા ઉમેરીને તે આનાથી પણ વધુ હોઈ શકે છે. પરંતુ જૂની રિઝીમમાં સ્ટેન્ડર્ડ ડિડક્શન અને અલગ-અલગ સેક્નશના રિબેટને જોડીને તમે વાર્ષિક 10 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત બનાવી શકો છો.

4/8
image

શું તમે જાણો છો કે જૂની ટેક્સ રિઝીમમાં જેમ નવી ટેક્સ રિઝીમમાં પણ તમને હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ મળી શકે છે. પરંતુ આ ડિસ્કાઉન્ટ સીધું ઉપલબ્ધ નથી, આ માટે તમારે એક ખાસ નિયમનું પાલન કરવું પડશે. સરકારે 2020માં નવી ટેક્સ રિઝીમ શરૂ કરી હતી.

5/8
image

નવી રિઝીમમાં હોમ લોનના વ્યાજ પર છૂટ ફક્ત ત્યારે જ મળશે જો પ્રોપર્ટી 'લેટ આઉટ' (Let out property) એટલે કે ભાડા પર આપવામાં આવી હોય. આ કિસ્સામાં પ્રોપર્ટી પર સેલ્ફ-ઓક્યૂપાઈડ હોવું જરૂરી નથી. રિઝીમ પસંદ કરતા પહેલા એ સમજવું મહત્વપૂર્ણ છે કે, બન્ને રિઝીમમાં કઈ છૂટ મળે છે અને કઈ છૂટ નથી મળતી. સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો બન્ને રિઝીમમાં અલગ અલગ છે.

6/8
image

સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો ઓલ્ડ રિઝીમમાં 50,000 સુધી મળે છે. જ્યારે નવી રિઝીમમાં તે વધીને 75,000 થઈ જાય છે. તેવી જ રીતે સેક્શન 24(b) હેઠળ હોમ લોનના વ્યાજ પર ઓલ્ડ રિઝીમમાં 2 લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે. નવી રિઝીમમાં આ પ્રકારની કોઈ છૂટ મળતી નથી.

7/8
image

નવી ટેક્સ રિઝીમમાં હોમ લોનના વ્યાજ પર છૂટ મળે છે કે નથી મળતી, તેનો સરળ જવાબ એ છે કે Self-Occupied પ્રોપર્ટી પર 24(b) હેઠળ છૂટ નથી મળતી. આમાં ફક્ત સ્ટાન્ડર્ડ ડિડક્શન અને NPS એમ્પ્લોયરનું યોગદાન માન્ય હોય છે. પરંતુ જો તમે તમારું ઘર ભાડે આપ્યું હોય, તો તમને હોમ લોનના વ્યાજ પર છૂટ મળે છે. આ છૂટ ફક્ત ત્યારે જ મળશે જો તમે ભાડાપટ્ટે હોમ લોન લઈને ઘર આપ્યું હોય.

8/8
image

તમે 'ઈનકમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી'ની ગણતરી કરતા સમયે વ્યાજ પરના ચોખ્ખા નુકસાનને એડજસ્ટ કરી શકો છો. હોમ લોન પરના કુલ વ્યાજ અને ભાડામાંથી થતી આવક વચ્ચેના તફાવતને નુકસાન કહેવામાં આવે છે. તમે આને તમારી બીજી આવકમાંથી બાદ કરી શકો છો.