Budh Vakri 2025: 18 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં વક્રી રહેશે બુધ, જાણો મેષથી લઈ મીન સુધીની રાશિઓ પર કેવો પડશે પ્રભાવ
Budh Vakri 2025: બુદ્ધિ અને વાણીના દેવ બુધ કર્ક રાશિમાં વક્રી થશે. બુધ ગ્રહ 18 જુલાઈથી 11 ઓગસ્ટ 2025 સુધી વક્રી અવસ્થામાં રહેશે. બુધ ગ્રહના વક્રી થવાથી મેષ થી લઈ મીન સુધીની રાશિઓ પર શુભ અશુભ પ્રભાવ જોવા મળશે. કેટલીક રાશિઓને બુધ લાભ કરાવશે તો કેટલીક રાશિઓ માટે સમસ્યાનું કારણ બનશે. તમારી રાશિ પર બુધનો કેવો પ્રભાવ પડશે જાણી લો.
મેષ રાશિ
વક્રી બુધ ભૌતિક સુખ વધારશે. ભૂમિ-ભવન અને વાહનનો લાભ મળી શકે છે. આ સમય દરમિયાન ધીરજ રાખવી. જેટલી મહેનત કરશો એટલો લાભ આ સમય દરમિયાન મળતો રહેશે.
વૃષભ રાશિ
વક્રી બુધના કારણે ભાઈ-બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે. સંબંધ સુધરશે. પોતાની વાત બીજાને સમજાવવામાં સફળ થશે. આર્થિક રીતે ફાયદો થઈ શકે છે. વક્રી બુધ શુભ ફળ આપશે.
મિથુન રાશિ
બુધનું ગોચર આર્થિક રીતે લાભ કરાવનાર રહેશે. બૌદ્ધિક ક્ષમતા સુધરશે. નવી વસ્તુઓ શીખવાની તક મળશે. આ સમય દરમિયાન શત્રુ પણ તમારાથી દુર રહેશે.
કર્ક રાશિ
વક્રી બુધ કર્ક રાશિના લોકોને રાજા સમાન સુખ પ્રદાન કરશે. આ સમય દરમિયાન સંતાન પર વિશેષ ધ્યાન આપવું અને વિદેશ યાત્રા ટાળવી. વક્રી બુધ શુભ કાર્ય શરુ થવાના સંકેત પણ કરે છે.
સિંહ રાશિ
વક્રી બુધના પ્રભાવથી આ સમય દરમિયાન બચીને રહેવું. ખર્ચ સમજી વિચારીને કરવા. બચત કરવાનો પ્રયત્ન કરવો. આવકમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. 11 ઓગસ્ટ સુધી ખર્ચ બાબતે સંભાળવું.
કન્યા રાશિ
વક્રી બુધના પ્રભાવથી અધુરી ઈચ્છાઓ ઝડપથી પુરી થશે. અચાનક ધન લાભ થઈ શકે છે. સુખ-સાધન પ્રાપ્ત થશે. સંતાનને આ સમય દરમિયાન લાભ થઈ શકે છે.
તુલા રાશિ
વક્રી બુધના કારણે તુલા રાશિના લોકોના કરિયરમાં સમસ્યા સર્જાઈ શકે છે. પિતાના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા રહી શકે છે. 11 ઓગસ્ટ સુધી સ્વાસ્થ્ય અંગે સંભાળીને રહેવું.
વૃશ્ચિક રાશિ
વક્રી બુધની અસર સ્વરુપે મહેનતનું ફળ મળશે. ભાગ્યનો સાથ મળશે. નવી વસ્તુઓ શીખવાની તક મળશે. બૌદ્ધિક ક્ષમતા સુધરશે. વક્રી બુધ વૃશ્ચિક રાશિ માટે શુભ સાબિત થશે.
ધન રાશિ
વક્રી બુધની શુભ અસર સ્વાસ્થ્ય પર જોવા મળશે. આ સમય દરમિયાન શારીરિક અને માનસિક રીતે ફીટ રહેશો. નવા વિષય પર સકારાત્મક વિચારી શકશો. મહેનતનું ફળ ઝડપથી મળશે.
મકર રાશિ
મકર રાશિ માટે આ સમય અશુભ સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથે અનબન થઈ શકે છે. સંબંધોમાં આ સમય દરમિયાન ખાસ ધ્યાન રાખવું. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા વધી શકે છે.
કુંભ રાશિ
બુધ ગોચરના આ સમય દરમિયાન મિત્રો તરફથી ભરપુર સહયોગ મળશે. શત્રુ નજીક નહીં આવે. વાણી અન્યને પ્રભાવિત કરનાર સાબિત થશે. સમસ્યાઓ આવશે પણ સમાધાન પણ તુરંત મળશે.
મીન રાશિ
બુધનું આ ગોચર લાભકારી રહેશે. અભ્યાસમાં મન લાગશે. ગુરુ તરફથી ઉચિત સહયોગ મળશે. લવમેટ સાથે સંબંધો સુધરશે. કાર્યના શુભ ફળ પ્રાપ્ત થશે.
Trending Photos