પુલ હોનારતમાં હજી સુધી મૃતદેહ ન મળતા વિક્રમસિંહનું એ જ બ્રિજ પાસે પૂતળું બાળી અંતિમ ક્રિયા કરાઈ

Gambhira Bridge Collapse Missing Youth : પાદરા ગંભીરા મુજપુર બ્રિજ હોનારતમાં નરસિંહપુરાના યુવાનનો મૃતદેહ હજુ નથી મળ્યો. ત્યારે પરિવારજનો દ્વારા વિક્રમસિંહની નદી કાંઠે અંતિમ ક્રિયા કરાઈ હતી. જોકે, વિક્રમસિંહનો મૃતદેહ ન મળતા તેનું પૂતળું બનાવી અંતિમ ક્રિયા કરાઈ. ત્યારે પરિવારમાં ભારે શોકનો માતમ છવાયો હતો. 

છઠ્ઠા દિવસે પણ ન મળ્યો મૃતદેહ

1/5
image

મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડતાં સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે. ઘટનાને લઇ તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવ્યું છે. હાલ કાટમાળ નીચે ફસાયેલા એક મૃતદેહને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમો પ્રયત્નશીલ છે. NDRF અને SDRFની ટીમો સતત નદીમાં તપાસ ચલાવી રહી છે. પરંતુ ભારે પ્રવાહ અને કાટમાળ વચ્ચે કાર્યને આગળ વધારવામાં મુશ્કેલીઓ આવી રહી છે. ઘટનાને લઇ આસપાસના ગામોમાં શોકનું મોજુ ફેલાયું છે. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

ગામ લોકોએ પણ બોટ લઈ શોધખોળ કરી 

2/5
image

આજે છઠા દિવસે પણ નરસિંહપુરાના યુવકના મૃતદેહની શોધખોળ ચાલુ છે. મહીસાગર નદીમાં ગ્રામજનોએ બોટ લઈને વિક્રમના મૃતદેહની તપાસ આરંભી છે. ગામલોકો મૃતદેહ શોધવા બોટ લઇ નીકળી પડ્યા છે. છેક, 22 કિલોમીટર સુધી નદીમાં તપાસ કરી, પરંતું કંઈ હાથ લાગ્યુ નથી.

જવાબદાર સામે કાર્યવાહી કરાશે 

3/5
image

આ મામલે ZEE 24 કલાકને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું કે, “હજુ સુધી રેસ્ક્યુ કામગીરી ચાલુ છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જો હજુ કોઇ અધિકારી જવાબદાર હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.”

નદીમાં ફેલાયેલ કેમિકલ અડચણ બન્યું છે 

4/5
image

આ વિશે જિલ્લા કલેક્ટર અનિલ ધમેલીયાએ કહ્યું કે, હજુ એક વ્યક્તિનો મૃતદેહ બ્રિજના કાટમાળમાં ફસાયો છે. NDRF અને SDRFની ટીમો કાટમાળ દૂર કરીને મૃતદેહને બહાર કાઢવા માટે પ્રયાસ કરી રહી છે. નદીના જળપ્રવાહ અને ઝેરી રસાયણિક તત્વોના લીધે રેસ્ક્યુ ઓપરેશનની ગતિ ધીમી પડી છે. છતાં બચાવ કામગીરી ચાલી રહી છે.

5/5
image