એક નહીં ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Rain Alert: ગુજરાતમાં હજુ ચોમાસાની શરૂઆત થઈ નથી પરંતુ મે મહિનામાં રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે. ચોમાસા પહેલા પણ હજુ રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે પણ જાણો હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા-કયા વરસાદ પડશે.

ત્રણ સિસ્ટમ સક્રિય

1/5
image

એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે  વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આજની વાત કરીએ તો આજે અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવાય ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

બે દિવસ રહેશે ભારે

2/5
image

હવે વાત કરી કાલની તો કાલે 29 મેના રોજ...અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. 30 મે થી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાના હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં 114 ટકા વરસાદ વરસવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 119 ટકા જેટલો વરસાદ વરસી શકે છે.

આ જિલ્લાઓમાં પડશે વરસાદ

3/5
image

ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હાલ એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

4/5
image

આ ઉપરાંત, IMD એ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ સાથે, IMD એ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, IMD એ આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.

અંબાલાલ પટેલની આગાહી

5/5
image

અંબાલાલે જણાવ્યું કે, 8 થી 10 જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બેસી જશે, પરંતુ વરસાદ ખેંચાશે. 15 જૂનથી ચોમાસાનો વરસાદ ખેંચાશે. કેમકે આ દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા આ પ્રક્રિયા થશે. ખેડૂતોને વાવણીમાં ઉતાવળ ના કરવી જોઇએ, ચોમાસાના સારા પ્રારંભ બાદ નબળુ પડશે.