Rahu Guru Yuti 2025: મે મહિનામાં સર્જાશે શક્તિશાળી નવપંચમ યોગ, ગુરુ સાથે મળી રાહુ આ રાશિઓને કરાવશે છપ્પરફાડ ધનલાભ
Rahu Guru Navpancham Yog 2025 Rashifal: મે મહિનામાં 14 તારીખે દેવગુરુ ગૃહસ્પતિ વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સાથે જ 18 મે 2025 ના રોજ રાહુ મીન રાશિમાંથી નીકળી કુંભ રાશિમાં ગોચર કરશે. ગુરુ અને રાહુની યતિના કારણે નવપંચંમ રાજયોગ બનશે. આ રાજ્યોગ ત્રણ રાશિના લોકો માટે લકી સાબિત થશે.
ગુરુ રાહુનો નવપંચમ રાજયોગ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 મે 2025 ના રોજ ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તેના ચાર દિવસ પછી 18 મેના રોજ રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં ગુરુ નવમા ભાવમાં અને કુંભ રાશિમાં રાહુ પાંચમાં ભાવમાં હશે જેથી ગુરુ રાહુનો નવપંચમ રાજયોગ બનશે. આ રાજયોગ ત્રણ રાશિને શુભફળ આપશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લગ્ન ભાવમાં ગુરુ અને રાહુ નવમા ભાવમાં બિરાજમાન હશે તેથી આ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં અપાર સફળતા મળશે. સારી નોકરીની ઓફર મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. કરિયરમાં સારો ગ્રોથ મળશે. વિદેશ જવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. જીવનમાં ખુશીઓ આવશે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે નવપંચમ રાજયોગ લકી સાબિત થશે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આત્મવિશ્વાસ ઝડપથી વધશે. કરેલા કાર્યની સરાહના થશે. પરિવારની જવાબદારી સારી રીતે નિભાવી શકશો. કોર્ટ કચેરીની બાબતોમાં સફળતા મળશે. આર્થિક ઉન્નતિ થવાના યોગ પણ સર્જાશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે પણ નવપંચમ યોગ લાભકારી છે. આ રાશિના લોકો જે પણ યોજના બનાવશે તે સફળ થશે. મનની ઈચ્છાઓ પૂરી થશે. આવકમાં જબરદસ્ત વધારો થશે. નવી નોકરી પણ મળી શકે છે. નોકરીમાં પદ અને પગાર વધી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.
Trending Photos