50 વર્ષ બાદ બની રહ્યા છે એક સાથે 2 પાવરફૂલ રાજયોગ, 2 રાશિવાળા રાજ કરશે રાજ, છપ્પરફાડ ધનલાભ થશે!
વૈદિક જ્યોતિષ મુજબ બે અત્યંત શુભ રાજયોગ શુક્રાદિત્ય અને માલવ્ય રાજયોગ બની રહ્યા છે. કઈ રાશિવાળાને આ ડબલ રાજયોગ ફાયદો કરાવશે તે ખાસ જાણો.
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને રાજયોગ અને શુભ યોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળી શકે છે. અત્રે જણાવવાનું કે શુક્ર ગ્રહ માલવ્ય અને શુક્રાદિત્ય રાજયોગ બનાવવા જઈ રહ્યો છે. માલવ્ય રાજયોગ શુક્ર ગ્રહના પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચરથી બન્યો છે. જ્યારે શુક્રાદિત્ય રાજયોગ સૂર્ય દેવના મીન રાશિમાં ગોચરથી બની રહ્યો છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિઓના ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે શુક્રાદિત્ય અને માલવ્ય રાજયોગ સકારાત્મક સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ બંને રાજયોગ તમારી રાશિથી કરિયર અને કારોબારના સ્થાને બની રહ્યા છે. આથી આ દરમિયાન તમને કામકાજમાં ખાસ સફળતા મળી શકે છે. આ સાથે જ નોકરીમાં પદોન્નતિના ચાન્સ રહેશે. બોસ અને અધિકારીઓ તમારા પર પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રે સન્માન મળશે. વેપારીઓની વેપારી યાત્રાઓ લાભદાયક નીવડશે. બિઝનેસમેન હશો તો નવી ડિલ્સ અને એગ્રીમેન્ટથી તમને લાભ થશે. પરિણીત લોકોના સંબંધોમાં સુધાર થશે.
વૃષભ રાશિ
શુક્રાદિત્ય રાજયોગ અને માલવ્ય રાજયોગનું બનવું એ વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીથી 11માં ભાવે બની રહ્યા છે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોત બની શકે છે. તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હોવ તો જરૂર કરો. તમને સફળતા મળી શકે છે. રોકાણથી તમને લાભના યોગ છે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. સામાજિક રીતે વિકાસ થઈ શકે છે. અટવાયેલું ધન પાછું મળશે.
મીન રાશિ
મીન રાશિવાળાને પણ શુક્રાદિત્ય રાજયોગ અને માલવ્ય રાજયોગ લાભકારી નીવડી શકે છે. કારણ કે આ બંને રાજયોગ તમારી ગોચર કુંડળીથી લગ્નના સ્થાને બની રહ્યા છે. આથી આ સમયગાળામાં પરિણીત લોકોનું વૈવાહિક જીવન ખુશનુમા રહેશે. કૌટુંબિક સંબંધો મધુર થશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ ગાઢ થશે. માન સન્માન મળશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. કરિયર અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. ધનનું સેવિંગ કરવામાં સફળ રહેશો. વિચારેલી યોજનાઓ સફળ થશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos