Uric Acid: આ 5 વસ્તુઓ ખાવાનું શરુ કરી દો, 100 ની સ્પીડ ઘટશે યુરિક એસિડ, શરીર થશે ડિટોક્સ
How to Control High Uric Acid: શરીરમાં જો યુરિક એસિડ વધી જાય તો ગાઉટની સમસ્યા થઈ શકે છે. જેમાં પગના અંગૂઠા સોજી જાય છે. સાથે જ યુરિક એસિડ શરીરના સાંધામાં ક્રિસ્ટલ્સ બની જામવા લાગે છે. જેના કારણે ઘુંટણ, હાથની આંગળીઓ, કોણીમાં સોજા વધવા લાગે છે. આયુર્વેદિક નિષ્ણાંતો અનુસાર એવા 5 ફુડ છે જેને ખાવાથી હાઈ યુરિક એસિડ ઘટી શકે છે. આ 5 ફુડ નીચે દર્શાવ્યાનુસાર છે.
દૂધી
દૂધીનો રસ પીવાથી શરીરમાં વધેલું ગંદુ યુરિક એસિડ ઝડપથી બહાર નીકળે છે.
કાકડી
કાકડીમાં પ્યૂરિન ઓછું હોય છે અને વોટર કંટેંટ વધારે. તેને ખાવાથી બોડી ડિટોક્સ થાય છે.
આમળા
વિટામિન સી થી ભરપુર આમળા ખાવાથી શરીરમાંથી યુરિક એસિડ નીકળી જાય છે. યુરિક એસિડ હોય તેમણે આમળા સહિત લીંબુ, સંતરા જેવા ફળ ખાવા જોઈએ.
જવનું પાણી
જવું પાણી પીવાથી શરીર નેચરલી ક્લીન થાય છે. ડાયટમાં જવના દલિયાનો સમાવેશ પણ કરી શકો છો. જવના લોટની રોટલી પણ ખાઈ શકાય છે.
પાણી
એક્સપર્ટ અનુસાર શરીરમાં યુરિક એસિડ ફ્લશ આઉટ થાય તે માટે રોજ 3 લીટર પાણી પીવું. પાણી પુરતા પ્રમાણમાં પીવાથી યૂરિક એસિડ પેશાબ વાટી નીકળી જાય છે.
Trending Photos