Sunita Williams: સુનીતા વિલિયમ્સને કેપ્સૂલમાંથી સીધા સ્ટ્રેચર પર લેવામાં આવ્યા, જુઓ ધરતી પર વાપસીના 6 ખાસ Photos

Sunita Williams Return to Earth: સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ધરતી પર સુરક્ષિત રીતે પરત ફર્યા છે. તેમને હાથ પકડીને સીધા સ્ટ્રેચર પર લઈ લેવામાં આવ્યા હતા. બંને અંતરિક્ષ યાત્રીઓને કેપ્સૂલમાંથી કાઢી સ્ટ્રેચર પર રાખવામાં આવ્યા હતા. 
 

સુનીતા વિલિયમ્સ

1/7
image

સુનીતા વિલિયમ્સ અને બુચ ભારતીય સમય અનુસાર 19 માર્ચ 2025 ની વહેલી સવારે 3.27 મિનિટે ફ્લોરિડાના સમુદ્રમાં લેન્ડ થયા હતા. લેન્ડ થયા પછી કેપ્સૂલ ખોલવામાં આવી અને બંનેને હાથ પકડી સ્ટ્રેચર પર લેવામાં આવ્યા હતા.  

મેડિકલ ઈમરજન્સી

2/7
image

આમ કરવું સામાન્ય પ્રક્રિયા છે. આ કોઈ મેડિકલ ઈમરજન્સી નથી. સેફ્ટી પ્રોટોકોલ અંતર્ગત અને સ્પેસફ્લાઈટના કારણે શરીર પર જે પ્રભાવ પડ્યો હોય તેના માટે આમ કરવામાં આવે છે.  

અંતરિક્ષ યાત્રીના શરીરમાં ઘણા ફેરફાર થઈ જાય

3/7
image

અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહ્યા પછી અંતરિક્ષ યાત્રીના શરીરમાં ઘણા ફેરફાર થઈ જાય છે. જેની અસર તેમના સ્નાયૂ પર પણ થઈ હોય છે. આ સ્થિતિમાં તેઓ બેલેન્સ રાખી ન શકે અને ચાલવામાં પણ સમસ્યા થાય છે.  

અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ હોતું નથી

4/7
image

અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ હોતું નથી. સાથે જ અંતરિક્ષ યાત્રીઓને સ્પેસમાં વજનનો અનુભવ પણ થતો નથી. તેથી ધરતી પર પરત ફર્યા પછી ગ્રેવિટી સાથે સંતુલન બનાવવામાં શરીરને સમય લાગે છે.   

અંતરિક્ષ યાત્રી

5/7
image

ધરતી પર આવતા જ અંતરિક્ષ યાત્રીને ગુરુત્વાકર્ષણ અનુભવ થાય છે. આ સમયે તેમને નબળાઈ, મોશન સિકનેકસ અને ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે. આ સ્થિતિમાંથી નોર્મલ થતા તેમને કેટલાક સપ્તાહ લાગી શકે છે.

સુનીતા વિલિયમ્સ

6/7
image

અંતરિક્ષમાં આટલો સમય રહ્યા પછી સુનીતા વિલિયમ્સને મસલ્સ અને હાડકાને મજબૂત કરવા માટે એક્સરસાઈઝ કરવી પડશે. ત્યારબાદ તે નોર્લમ લાઈફમાં રહેવા લાગશે.

7/7
image