આ દિગ્ગજ ભારતીય કંપનીએ સ્ટેક વેચવાની કરી જાહેરાત, 850000000000માં થયો સોદો!

Stake Sale: મીઠાઈઓ અને અન્ય ખાદ્ય ચીજોનું વેચાણ કરતી દેશની અગ્રણી ફૂડ બ્રાન્ડ અને સ્નેક્સ ફૂડ્સે સોમવારે બે નવા રોકાણકારો IHC (ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની) અને આલ્ફા વેવ ગ્લોબલને તેનો હિસ્સો વેચવાની પુષ્ટિ કરી છે.

1/6
image

Stake Sale: મીઠાઈઓ અને અન્ય ખાદ્ય ચીજોનું વેચાણ કરતી ભારતની કંપનીએ સોમવારે બે નવા રોકાણકારો IHC (ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની) અને આલ્ફા વેવ ગ્લોબલને તેનો સ્ટેક વેચવાની જાણકારી આપી છે. જોકે, નિવેદનમાં સોદાની વિગતો જાહેર કરવામાં આવી નથી. 

2/6
image

 સિંગાપોર સ્થિત વૈશ્વિક રોકાણ કંપની ટેમાસેક દ્વારા લઘુમતી હિસ્સો ખરીદવાની પુષ્ટિ ભારતીય કંપની દ્વારા કરવામાં આવ્યાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે.

3/6
image

હલ્દીરામે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટેમાસેકની તાજેતરની ભાગીદારી બાદ, કંપનીને તેના ચાલુ ઇક્વિટી રાઉન્ડમાં બે નવા રોકાણકારો, IHC (ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની) અને આલ્ફા વેવ ગ્લોબલનો ઉમેરો કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. આ વ્યૂહાત્મક પગલું હલ્દીરામની નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવે છે કારણ કે તે વૈશ્વિક સ્તરે, ખાસ કરીને અમેરિકા અને પશ્ચિમ એશિયામાં તેની વિસ્તરણ યોજનાઓને વેગ આપે છે.  

4/6
image

નિવેદનમાં જણાવાયું કે આ રોકાણ મજબૂત ગ્રાહક બ્રાન્ડ્સ ધરાવતી અગ્રણી કંપનીને ટેકો આપવાની આલ્ફા વેવ ગ્લોબલ અને IHCની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, IHC અને આલ્ફા વેવ સંયુક્ત રીતે હલ્દીરામ સ્નેક્સ ફૂડ્સમાં લગભગ છ ટકા હિસ્સો $10 બિલિયન (લગભગ રૂ. 85,000 કરોડ) ના મૂલ્યાંકન પર હસ્તગત કરી રહ્યા છે.   

5/6
image

તમને જણાવી દઈએ કે આલ્ફા વેવ એક વૈશ્વિક રોકાણ કંપની છે જે ત્રણ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં ખાનગી ઇક્વિટી, ખાનગી દેવું અને જાહેર બજારો, જ્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની IHC વિશ્વની સૌથી મોટી રોકાણ કંપનીઓમાંની એક છે.

6/6
image

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)