રિટાયરમેન્ટ સુધીમાં બનાવવા માંગો છો મોટું ફંડ? VPFમાં કરો રોકાણ, Risk-Free સ્કીમથી ટેક્સમાં પણ મળશે છૂટ

Voluntary Provident Fund: VPF વાસ્તવમાં કર્મચારી ભવિષ્ય નિધિનું જ એક એક્સટેન્શન છે. આમાં કર્મચારી ઈચ્છે તો તેમની બેસિક સેલેરી + DA ના 100% સુધીનું યોગદાન આપી શકે છે. જો કે, PFથી જેમ આમાં એમ્પ્લોયર તરફથી કોઈ યોગદાન આપવામાં આવતું નથી. VPF રોકાણ પર તમને ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે.

પગારદાર વ્યક્તિઓ માટે બેસ્ટ પસંદગી છે VPF

1/7
image

એક સારો રોકાણ વિકલ્પ એ છે જે તમને ઓછામાં ઓછા જોખમ પર સૌથી વધારે ફાયદો આપે છે. જો તમે પગારદાર વ્યક્તિ છો અને નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા માટે એક મોટું ફંડ બનાવવા માંગો છો, તો વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ તમારા માટે એક બેસ્ટ પસંદગી હોઈ શકે છે. આમાં ફંડ પણ બનશે અને ટેક્સની પણ મોટી બચત થશે.

શું છે VPF?

2/7
image

VPF વાસ્તવમાં કર્મચારી ભવિષ્ય નિધિનું જ એક એક્સટેન્શન છે. આમાં કર્મચારી ઇચ્છે તો, તે તેમના મૂળ પગાર + DAના 100% સુધી ફાળો આપી શકે છે. જો કે, PFથી વિપરીત આમાં એમ્પલોયરનું કોઈ યોગદાન આપવામાં આવતું નથી. VPF રોકાણ પર તમને ટેક્સ છૂટનો લાભ પણ મળે છે.

EPFથી કેટલું અલગ છે VPF?

3/7
image

EPFમાં બેસિક સેલેરીનું માત્ર 12 ટકા જ યોગદાન કરી શકાય છે, પરંતુ VPFમાં રોકાણની કોઈ લિમિટ સેટ કરવામાં આવી નથી. તમે તમારી ઈન-હેન્ડ સેલેરીને ઓછી રાખી શકો છે અને બાકીની રકમ VPF માં રોકાણ કરી શકો છો. VPF સરકાર સમર્થિત સ્કીમ છે, તેથી તે સંપૂર્ણપણે સુરક્ષિત (Risk-Free) છે. તેનો વ્યાજ દર સરકાર દ્વારા દરેક નાણાકીય વર્ષમાં નક્કી કરવામાં આવે છે. VPFમાં હાલના સમયમાં 8% કે તેથી વધુ વ્યાજ મળી રહ્યું છે, જે બેન્ક FD કરતા વધુ થાય છે.

VPFમાં કોણ એકાઉન્ટ ખોલી શકે છે?

4/7
image

માત્ર નોકરી કરતા લોકો જ VPF ખોલવા માટે પાત્ર છે. VPF માટે કોઈ અલગ ખાતું ખોલવામાં આવતું નથી. આ માટે તમારે તમારી કંપનીના HR અથવા ફાઇનાન્સ ટીમનો સંપર્ક કરવો પડશે. VPFમાં યોગદાન માટે રિક્વેસ્ટ કરવી પડશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારા EPF એકાઉન્ટમાંથી VPF સાથે લિંક કરી દેવામાં આવશે. જો કે, VPF હેઠળ એમ્પ્લોયર પર તે નિયમ નથી કે તેઓ પણ કર્મચારી જેટલું EPFમાં યોગદાન કરે.

5 વર્ષની નોકરી પછી જ કરી શકશો આંશિક ઉપાડ

5/7
image

VPF એકાઉન્ટમાં તમને ઈમરજન્સી સમયે આંશિક ઉપાડની સુવિધા પણ મળે છે. એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા માટે ખાતાધારકને 5 વર્ષ સુધી નોકરી કરવી જરૂરી છે. આમાં ઓછા ટેન્યોરમાં ટ્રાન્ઝેક્શન કર્યું તો ટેક્સ ચૂકવવો પડશે. VPFની સંપૂર્ણ રકમ માત્ર નિવૃત્તિ પર જ ઉપાડી શકાય છે.

મળી શકે છે લોન

6/7
image

જો તમે નોકરી બદલો છો, તો EPFની જેમ આ એકાઉન્ટને સરળતાથી ટ્રાન્સફર કરાવી શકો છો. VPF એકાઉન્ટ પર તમારા બાળકોના શિક્ષણ, ઘરનું સમારકામ અથવા બાળકોના લગ્ન વગેરે માટે લોન પણ મળી શકે છે.

ટેક્સમાં મળે છે છૂટ

7/7
image

આ સ્કીમમાં રોકાણ કરીને 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો લાભ મેળવી શકાય છે. જો કે, નવા નિયમ હેઠળ જો નાણાકીય વર્ષમાં EPF અને VPFનું યોગદાન રૂ. 2.5 લાખથી વધુ હોય તો વધારાની રકમ પર મળતું વ્યાજ કરપાત્ર રહેશે.