Body Cooling Vegetables: ઉનાળામાં ભીંડા-બટેટા છોડો, ઠંડી તાસીરના આ 5 શાક ખાવાનું રાખો, શરીરને ઠંડક કરશે અને બીમાર પણ નહીં પડો
Body Cooling Vegetables: ગરમીના દિવસોમાં એવા શાકભાજી ખાવા જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય અને જે ઠંડી તાસીરના હોય. આવા શાકભાજી ખાવાથી શરીરને ઠંડક મળે છે અને સાથે બીમારીઓ પણ દુર થાય છે. આજે તમને 5 એવા શાક વિશે જણાવીએ જેને ઉનાળામાં ખાવા જોઈએ.
દૂધી
દૂધીની તાસીર ઠંડી છે અને તેનાથી શરીરને ઠંડક મળે છે. દૂધી સરળતાથી પચી જાય છે. ઉનાળામાં દૂધી અલગ અલગ રીતે ડાયટમાં લેવી જોઈએ. તેનાથી શરીરમાંથી ટોક્સીન નીકળી જાય છે.
કાકડી
કાકડીની તાસીર પણ ઠંડી હોય છે. તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે. તેમાં 95 ટકા પાણી હોય છે. તેનાથી શરીરને ઠંડક મળે છે અને સ્કિનમાં પણ મોઈશ્ચર જળવાઈ રહે છે.
તુરીયા
ઉનાળામાં તુરીયાનું શાક ખાવું સૌથી વધારે ફાયદાકારક છે. તેનાથી પાચનતંત્ર સારું રહે છે. ઉનાળામાં ભારે ખોરાક ન ખાવો હોય તો તુરીયાને ડાયટમાં સામેલ કરો.
પાલક
ઉનાળામાં પાલકની ભાજી ખાવી ફાયદો કરે છે. પાલકની તાસીર ઠંડી હોય છે. તેનાથી શરીરને પ્રોટીન, આયરન અને વિટામિન સી મળે છે.
કોળુ
ઉનાળામાં કોળુ ખાવું જોઈએ. તેમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે અને તે શરીરને ઠંડક કરે છે. તેનાથી પાચન તંત્ર સારી રીતે કામ કરે છે.
Trending Photos