Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયાની રાત્રે ગુપ્ત રીતે કરો સાવરણીનો આ ટોટકો, ઘરમાં દોડતા આવશે માં લક્ષ્મી, અન્ન-ધનના ભંડાર ભરાઈ જશે

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયાનો પર્વ 30 એપ્રિલ અને બુધવારે છે. આ દિવસે જો તમે સોનુ-ચાંદી ન ખરીદી શકો તો પણ ઘરમાં સમૃદ્ધિ વધારી શકો છો. તેના માટે અક્ષય તૃતીયાની રાત્રે સાવરણીનો આ ટોટકો કરી લેવો. સાવરણીના આ ઉપાયથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.
 

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયાની રાત્રે ગુપ્ત રીતે કરો સાવરણીનો આ ટોટકો, ઘરમાં દોડતા આવશે માં લક્ષ્મી, અન્ન-ધનના ભંડાર ભરાઈ જશે

Akshaya Tritiya 2025: વૈશાખ મહિનાની 30 ની તિથિ પર અક્ષય તૃતીયા પર્વ ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયા સ્વયં સિદ્ધ મુહૂર્ત છે એટલે કે આ દિવસે કોઇપણ પ્રકારનું મુહૂર્ત જોયા વિના પણ શુભ અને માંગલિક કાર્ય કરી શકાય છે. ઘર પર હંમેશા માં લક્ષ્મીના આશીર્વાદ રહે તે માટે અક્ષય તૃતીયાના દિવસે સોના અથવા ચાંદીની ખરીદી કરવામાં આવે છે પરંતુ બધા લોકો માટે આ ખરીદી શક્ય નથી. જો તમે સોનુ કે ચાંદી ખરીદી શકતા ન હોય તો પણ માતા લક્ષ્મીને આકર્ષિત કરી શકો છો. 

અક્ષય તૃતીયાની રાત્રે જો તમે સાવરણીનો આ સરળ ઉપાય ગુપ્ત રીતે કરી લેશો તો માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થશે. આ ઉપાય ગુપ્ત રીતે કરી લેવાથી મનના દરેક મનોરથ પૂર્ણ થાય છે. સાથે જ ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરેલા રહે છે. તો ચાલો તમને જણાવીએ અક્ષય તૃતીયાની રાત્રે સાવરણીનો કયો ઉપાય ભાગ્ય બદલી શકે ?

સાવરણીનો ચમત્કારી ઉપાય 

માન્યતા છે કે ઘરમાં રાખેલી ઝાડુનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે. સાવરણી સંબંધિત કેટલાક શુભ શુકન પણ ગણવામાં આવે છે. આ સાવરણી કલેશ અને સમસ્યાઓને દૂર કરી શકે છે. અક્ષય તૃતીયા પર જો તમે સાવરણીનો આ મહાઉપાય કરી લેશો તો તમારું ભાગ્ય ચમકી જશે અને ધન સંબંધિત સમસ્યા દુર થશે. 

અક્ષય તૃતીયાના દિવસે નવી જાડુ ખરીદીને ઘરે લાવો. આ દિવસે જૂની સાવરણીને દૂર કરો અને નવી સાવરણી ઘરમાં રાખો. આ સિવાય અક્ષય તૃતીયાની રાત્રે સાવરણીને ખુલ્લા આકાશની નીચે ન રાખો. ઘણા લોકો સાફ સફાઈ કર્યા પછી સાવરણીને અગાસી કે બાલ્કનીમાં રાખી દેતા હોય છે આમ કરવાથી અશુભ પરિણામ મળે છે અને જીવનમાં કષ્ટ વધે છે. અક્ષય તૃતીયાની રાત્રે સાવરણીને ખુલ્લામાં ન મુકો અને ઘરમાં યોગ્ય દિશામાં મૂકી રાખો. 

અક્ષય તૃતીયાનો મહાઉપાય 

અક્ષય તૃતીયા પર સાવરણીનો આ ટોટકો કરી શકાય છે. અક્ષય તૃતીયાની રાત્રે સાવરણીની નીચે એક ચાંદીનો સિક્કો રાખી દો. ચાંદીનો સિક્કો ન હોય તો કોઈ પણ સિક્કો રાખી શકાય છે. બીજા દિવસે સવારે આ  સિક્કાને ગંગાજળથી શુદ્ધ કરીને માતા લક્ષ્મી પાસે રાખો. ત્યાર પછી આ સિક્કાને તિજોરીમાં રાખી દો. આ સિક્કો તમારી તિજોરીમાં ધનની આવક વધારી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news