Holi Rashifal: હોળી પર સર્જાશે ગ્રહોનો દુર્લભ સંયોગ, મેષ સહિત આ રાશિઓને મળશે ધન, સફળતા અને સુખ
Holi Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી પર કેટલાક ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. ગ્રહોની બદલાયેલી ચાલના કારણે અદ્ભુત સંયોગ સર્જાશે જે 4 રાશિઓ માટે શુભ અને લાભકારી રહેશે.
Trending Photos
Holi Rashifal: હિન્દુ ધર્મના મહત્વના તહેવારોમાંથી એક હોળી પણ છે. દર વર્ષે હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળી ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળી 14 માર્ચ 2025 ના રોજ ઉજવાશે. આ દિવસે ગ્રહોની ખાસ સ્થિતિ અને નક્ષત્રના શુભ પ્રભાવના લીધે કેટલીક રાશિ માટે હોળી વિશેષ ફળદાઇ રહેશે. હોળીથી આ રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે. આ રાશિના લોકોને સફળતા, ધન પ્રેમ અને સુખની પ્રાપ્તિ થશે. આ 4 રાશિઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે હોળી લાભકારી સિદ્ધ થશે. મંગળ ગ્રહની અનુકૂળતાથી કરિયરમાં અને આર્થિક ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન આવશે. નોકરી કરતા લોકોનું પદ અને પગાર વધી શકે છે. વેપારીઓને મોટી ડીલથી લાભ થશે. વેપાર વધશે. ધન પ્રાપ્તિની સંભાવના. મન પ્રસન્ન રહેશે અને આત્મવિશ્વાસ વધશે.
સિંહ રાશિ
સિંહ રાશિ માટે પણ હોળીનો પર્વ સફળતા અને સૌભાગ્ય લઈને આવશે. સૂર્યદેવની કૃપાથી આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વચ્ચે અને સમાજમાં પ્રતિષ્ઠા પણ વધશે નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે. કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. રોકાણના ઇચ્છુક લોકો માટે સારો સમય. પરિવારમાં શુભ પ્રસંગ થઈ શકે છે
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે પણ હોળીનો પર્વ અત્યંત સુખદ રહેશે. અચાનક ધન લાભ થવાની સંભાવના. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નવા પ્રોજેક્ટ પર કાર્ય થઈ શકે છે. સફળતા મળવાની પ્રબળ સંભાવના. પ્રેમ જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. લાંબા સમયથી જે સ્વાસ્થ્ય સમસ્યા હતી તેનું સમાધાન આવશે.
મીન રાશિ
મીન રાશિ માટે પણ હોળી શુભ રહેવાની છે. ભાગ્યનો સાથ મળશે. જીવનમાં વિવિધ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. આર્થિક દ્રષ્ટિએ સમય લાભકારી. પારિવારિક જીવનમાં ખુશાલી રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. લગ્નના યોગ બની રહ્યા છે. આ સમય દરમિયાન મન પ્રસન્ન રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે