Vastu Tips: પત્નીએ પતિની કઈ તરફ સૂવું જોઈએ? જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

Vastu Tips For Sleeping Direction: જો સૂવાની દિશા યોગ્ય હોય તો માત્ર સારી ઊંઘ અને સારું સ્વાસ્થ્ય જ નહીં, પણ સંપત્તિ અને પ્રેમમાં પણ વધારો થાય છે. વાસ્તુશાસ્ત્રમાં પતિ-પત્ની માટે સૂવાની યોગ્ય દિશા અને સ્થિતિ જણાવવામાં આવી છે.

Vastu Tips: પત્નીએ પતિની કઈ તરફ સૂવું જોઈએ? જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

Vastu Tips For Couple bedroom: પતિ-પત્ની કઈ દિશામાં સૂવે છે અને તેમના બેડરૂમની સ્થિતિ પણ તેમના સંબંધોને અસર કરે છે. જો પતિ-પત્ની ખોટી દિશામાં સૂવે છે, તો તેની તેમના લગ્ન જીવન પર પણ નકારાત્મક અસર પડે છે. ઘરની સમૃદ્ધિ સમાપ્ત થાય છે. જાણો વાસ્તુશાસ્ત્રમાં પતિ-પત્નીના બેડરૂમ અંગે કઈ દિશાઓ અને નિયમોનો ઉલ્લેખ છે.

માથું કઈ દિશામાં રાખવું જોઈએ?
ખોટી દિશામાં પગ રાખીને સૂવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, જે પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ લાવે છે. પ્રેમ ઘટે છે, અને તે ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિને પણ અસર કરે છે. દંપતી વચ્ચે હંમેશા મતભેદો રહે છે. જો અર્થહીન ઝઘડા થતા હોય, તો બેડરૂમના વાસ્તુ પર ધ્યાન આપવું જોઈએ. ઉપરાંત, વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ.

- વાસ્તુ શાસ્ત્ર અનુસાર દંપત્તિના બેડ દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવો જોઈએ. જેથી સૂવા સમયે તેનું માથુ દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર તરફ હોય.

- ભૂલમાં પણ ઉત્તર દિશામાં માથુ રાખી ન સૂવો. આમ કરવાથી ખૂબ નુકસાન થાય છે. તેનાથી નકારાત્મકતા વધે છે. તણાવ વધે છે. ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે અને બીમારી ઘેરી લે છે.

પતિએ પત્નીની કઈ તરફ સૂવુ જોઈએ
- વાસ્તુશાસ્ત્રની સાથે, ધર્મમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૂજા-યજ્ઞ જેવા ધાર્મિક વિધિઓ દરમિયાન પત્નીએ પતિની કઈ બાજુ સૂવું જોઈએ, ક્યાં બેસવું જોઈએ.

- ધાર્મિક શાસ્ત્રોમાં પત્નીને વામાંગી કહેવામાં આવી છે, કારણ કે જ્યારે શિવ અર્ધનારીશ્વરના રૂપમાં પ્રગટ થયા હતા, ત્યારે શક્તિનું સ્વરૂપ ડાબી બાજુ હતું. તેથી, લગ્ન દરમિયાન, પરિક્રમા અને વિધિઓ પૂર્ણ થતાં જ પત્નીને ડાબી બાજુ બેસાડવામાં આવે છે.

- સૂતી વખતે પણ, પત્નીએ પલંગ પર પતિની ડાબી બાજુ સૂવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.

ડિસ્ક્લેમરઃ ધાર્મિક માન્યતા અને વાસ્તુના આધારે આ માહિતી આપવામાં આવી છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news