Krishna Janmashtami 2025 Date: 15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત

Krishna Janmashtami 2025 Date: શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. તેવામાં આ મહિનામાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. તેવામાં તમે પણ જાણો આ વર્ષે ક્યારે છે જન્માષ્ટમી અને ક્યારે ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ.

 Krishna Janmashtami 2025 Date: 15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત

Krishna Janmashtami 2025 Date: કૃષ્ણ જન્માષ્ટમી સનાતન ધર્મનો એક મુખ્ય તહેવાર છે, જે ભગવાન કૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના દિવસે અડધી રાત્રે રોહિણી નક્ષત્રમાં થયો હતો. તેથી દર વર્ષે આ દિવસને કૃષ્ણ જન્મોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીની તારીખને લઈને થોડી ગુંચવણ જોવા મળી રહી છે. આવું એટલા માટે કારણ કે જન્માષ્ટમીની તારીખ 15 ઓગસ્ટે રાત્રે લાગી રહી છે અને આગામી દિવસે 12 કલાક પહેલા સમાપ્ટ થઈ રહી છે. તેવામાં શું જન્માષ્ટમીની ઉજવણી 15 ઓગસ્ટે થશે કે ઉદયા તિથિ અનુસાર આ પર્વની ઉજવણી 16 ઓગસ્ટે કરવામાં આવશે. આવો આ વિશે વિસ્તારથી જણાવીએ.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે?
આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો જન્મોત્સવ છે.
કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી 16 ઓગસ્ટ, 2025 શનિવારે કરવામાં આવશે.
પૂજાનું શુભ મુહૂર્ત મોડી રાત્રે 12.04 કલાકથી 12.47 કલાક સુધી રહેશે.
ચંદ્રોદય સમય 11.32 કલાક સુધી
આઠમ તિથિ પ્રારંભ 15 ઓગસ્ટ 2025ના 11.49 કલાકથી
આઠમ તિથિ સમાપ્ત 16 ઓગસ્ટ 2025 9.34 કલાક રાત્રે
રોહિણી નક્ષત્ર પ્રારંભ 17 ઓગસ્ટ 2025 સવારે 4.38 કલાકે
રોહિણી નક્ષત્ર સમાપ્ત 18 ઓગસ્ટ 2025 સવારે 3.17 કલાકે.

આઠમનું વ્રત ક્યા સુધી રહેશે?
જન્માષ્ટમીનું વ્રત ઘણા લોકો સૂર્યોદયથી લઈને રાત્રે 12 કલાક સુધી રાખે છે. તો ઘણા લોકો આ વ્રતના પારણા આગામી દિવસે સૂર્યોદય બાદ કરે છે. કેટલાક કૃષ્ણ ભક્ત રોહિણી નક્ષત્ર કે આઠમની તિથિ સમાપ્ત થયા બાદ વ્રતના પારણા કરે છે. આ વ્રતમાં ફળાહારી ભોજન સિવાય કંઈ ગ્રહણ ન કરી શકાય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news