Budhaditya yog 2025: મેષ રાશિમાં સર્જાશે શક્તિશાળી બુધાદિત્ય રાજયોગ, આ રાશિના લોકોની લોટરી લાગી જશે, અઢળક ધન કમાશે
Mesh Rashi Budhaditya yog Rashifal: 7 મે 2025 પછીનો સમય 3 રાશિના લોકો માટે ગોલ્ડન પીરીયડ હશે. કારણ કે 7 મે થી મેષ રાશિમાં બુધ અને સુર્યનો બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે. આ રાજયોગ 3 રાશિના લોકોને ખૂબ ધન આપશે. આ રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
Trending Photos
Mesh Rashi Budhaditya yog Rashifal: ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. હાલ સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં ગોચર કરે છે. ગ્રહોના રાજકુમાર બુધ 15 દિવસે રાશિ બદલે છે. જ્યારે એક રાશિમાં બુધ અને સૂર્ય સાથે હોય તો તેની અસર 12 રાશિના લોકો પર જોવા મળે છે. 7 મે 2025 ના રોજ મેષ રાશિમાં બુધ ગ્રહ પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે 7 મેથી મેષ રાશિમાં સૂર્ય અને બુધની યુતીથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ બાર રાશિના લોકોના જીવન પર અલગ અલગ રીતે પ્રભાવ પાડશે. કેટલીક રાશિઓ એ આ સમય દરમિયાન સાવધાન રહેવું પડશે તો કેટલીક રાશિના લોકોને સફળતા અને અપાર ધન મળી શકે છે.
મેષ રાશિમાં સૂર્ય અને બુધ એક સાથે 7 મેથી ગોચર કરશે. મેષ રાશિમાં બુધાદિત્યરાજ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, આ રાજયોગ ત્રણ રાશિના લોકો માટે અત્યંત ફળદાયી રહેશે. તો ચાલો જાણીએ 3 ભાગ્યશાળી રાશિ કઈ કઈ છે?
બુધાદિત્ય રાજયોગ 3 રાશિઓ માટે શુભ
તુલા રાશિ
તુલા રાશિના સાતમા ભાવમાં બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાશિના લોકોનો આવનારો સમય સારો હશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ બની રહેશે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે. પાર્ટનરશીપમાં કરેલા બિઝનેસમાં પણ અનુકૂળ પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેવાનું છે.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે પણ બુધાદિત્ય રાજયોગ લાભકારી છે. આ રાશિના ચોથા ભાવમાં સૂર્ય અને બુધની યુતી બનશે. ઘર- મકાન અને પ્રોપર્ટીનું સુખ મળી શકે છે. ધાર્મિક અનુષ્ઠાન થઈ શકે છે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય ઉત્તમ.
કુંભ રાશિ
આ રાશિના લોકોને પણ બુધાદિત્ય રાજયોગ લાભ કરાવશે. આ રાશિના ત્રીજા ભાવમાં આ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાશિના લોકોને વેપારમાં ખૂબ લાભ મળશે. નોકરી કરતા લોકોને આ સમય દરમિયાન લાભ મળશે. પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. શિક્ષણ ક્ષેત્રે લાભ મળવાના યોગ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે