Shadashtak Yoga: શનિ, મંગળ, રાહુનો ખતરનાક યોગ દેખાડી રહ્યો છે અસર, હજુ 28 જુલાઈ સુધીનો સમય ભારે

Shadashtak Yoga: અમદાવાદમાં થયેલી દુર્ઘટના સહિત દુનિયામાં થયેલી કેટલીક ઘટનાઓને મંગળ, રાહુ અને શનિના અશુભ યોગ સાથે જોડીને જોવામાં આવે છે. આ અશુભ યોગ હજુ કઈ તારીખ સુધી રહેશે અને આગામી સમયમાં તેની કેવી અસર થઈ શકે છે ચાલો જાણીએ.
 

Shadashtak Yoga: શનિ, મંગળ, રાહુનો ખતરનાક યોગ દેખાડી રહ્યો છે અસર, હજુ 28 જુલાઈ સુધીનો સમય ભારે

Shadashtak Yoga: અમદાવાદમાં ભયંકર પ્લેન દુર્ઘટના સર્જાઈ છે. આ પ્લેન દુર્ઘટનાના વીડિયો અને ફોટો જોઈ વિનાશનો અંદાજ લગાવી શકાય છે. સ્થિતિ એવી છે કે લાશોને ઓળખી શકવી પણ મુશ્કેલ છે. પ્લેન દુર્ઘટનાગ્રસ્ત કેવી રીતે થયું તેની તપાસ શરુ કરી દેવામાં આવી છે. પરંતુ અમદાવાદની ઘટના અને છેલ્લા કેટલાક સમયમાં દેશ અને દુનિયામાં બનેલી વિનાશકારી ઘટનાઓને જ્યોતિષ ભવિષ્યવાણી સાથે જોડીને પણ જોવામાં આવે છે. 

સોશિયલ મીડિયા પર મંગળ, રાહુ, કેતુ અને શનિ ગ્રહ દ્વારા બનાવેલા ભયંકર અશુભ યોગની અસરોની ચર્ચા થઈ રહી છે. કહેવાય છે કે વર્ષની શરુઆતથી ગ્રહોની જે અશુભ સ્થિતિ બની રહી છે તે યોગની અસરના કારણે યુદ્ધ, હિંસા, અગ્નિકાંડ જેવી ઘટનાઓ ભડકે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ દેશ અને દુનિયામાં બની પણ રહી છે. 

દેશમાં ભયાનક ઘટનાઓની શરુઆત 29 માર્ચે શનિ ગ્રહના ગોચરથી થઈ હતી. આ ગોચર પછી એપ્રિલ માસમાં પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો થયો. ત્યારબાદ 14 મે ના રોજ ગુરુ ગ્રહનું ગોચર થયું અને 18 મે રાહુ કેતુ ગોચર થયું. આ સમય દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર હતો.  

અત્યંત અશુભ ખપ્પર યોગ

આ સમય દરમિયાન 15 માર્ચ થી 12 જૂન 2025 સુધી ખપ્પર યોગ હતો. ખપ્પર યોગ 12 જૂન સુધી હતો. આ સમય દરમિયાન 7 જૂનથી શનિ- મંગળનો ષડાષ્ટક યોગ પણ બન્યો છે. આ ષડાષ્ટક યોગ 28 જુલાઈ સુધી રહેવાનો છે. આ યોગ આગ, યુદ્ધ, હિંસા કરાવે છે. આ દરમિયાન 12 જૂન અમદાવાદમાં એર ઈંડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું જેમાં 250 થી વધુ લોકોના મોત થયા છે.

28 જુલાઈ સુધીનો સમય ભારે

અશુભ ષડાષ્ટક યોગ 28 જુલાઈ સુધી રહેવાનો છે જેને ચિંતાજનક ગણાવવામાં આવે છે. આ સમય દરમિયાન દેશ દુનિયામાં ખરાબ ઘટનાઓ બની શકે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news