Gold Rate Today: સોનાએ લગાવી ઐતિહાસિક છલાંગ, ફરી એક લાખ પાર પહોંચ્યો ભાવ, જાણો અચાનક કેમ આટલું ઉછળ્યું?
Latest Gold rate: ઈઝરાયલે ઈરાન પર ભીષણ હુમલા કર્યા જેની અસર સોના ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. આજે સોનામાં જોરદાર વધારો જોવા મળ્યો છે. ચાંદી પણ ઉછળી છે. જાણો લેટેસ્ટ રેટ.
Trending Photos
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવના પગલે કોમોડિટી બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને બુલિયનમાં. સોના અને ચાંદીમાં આજે જોરદાર ખરીદી જોવા મળી. જેનાથી સોનાનો ભાવ ફરીથી એક લાખ ઉપર પહોંચી ગયો છે. ગ્લોબલ માર્કેટમાં સોનું 50 ડોલર ચડ્યું હતુ. તે કોમેક્સ પર 3440 ડોલર પર જોવા મળ્યું. આ ઓલ ટાઈમ હાઈની નજીક હતું. આ એક મહિનાના હાઈ પર ચાલી રહ્યું છે. સોનું એક અઠવાડિયામાં 3 ટકાથી વધુ મોંઘુ થયું છે. આજે ઘરેલુ વાયદા બજારમાં પણ તે લગભગ 2,000 રૂપિયાના વધારા સાથે હતું. પહેલીવાર 1 લાખ 3 હજાર રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચ્યું છે.
વાયદા બજારમાં ભાવ
MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સવારે 10.15 વાગ્યાની આસપાસ ઓગસ્ટ કોન્ટ્રાક્ટવાળું સોનું 1770 રૂપિયાની તેજી સાથે 1,00,162 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ટ્રેડ કરી રહ્યું હતું. ઈન્ટ્રાડેમાં 1,00,403 રૂપિયાના હાઈ પર ગયું હતું. કાલે તે 98,392 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 557 રૂપિયાની તેજી સાથે 1,06,442 રૂપિયાના વધારા સાથે જોવા મળી. ઈન્ટ્રાડેમાં તે 1,06,799 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હાઈ પર પહોંચી ગઈ. કાલે તેનું ક્લોઝિંગ 1,05,885 રૂપિયા પર થયું હતું.
રિટેલ બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 1,715 રૂપિયાની તેજી જોવા મળી અને ભાવ 99,170 રૂપિયા પર પહોંચી ગયો. જે કાલે 97,455 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 742 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ આજે 1,06,240 રૂપિયાની સપાટીએ છે જે કાલે 1,05,498 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/2oYZUnzhXZ
— IBJA (@IBJA1919) June 13, 2025
કેરેટ ભાવ (1 ગ્રામ)
24 KT(999) 9,917
22 KT 9,679
20 KT 8,826
18 KT 8,033
14 KT 6,396
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/UPRdgaVkXM
— IBJA (@IBJA1919) June 13, 2025
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે