Sawan 2025: શ્રાવણ મહિનામાં કયા સમયે અને કેવી રીતે કરવી શિવ પૂજા, જાણે સરળ વિધિ અને 7 જરૂરી નિયમ

Shiv Puja Vidhi: શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાનું વધારે મહત્વ હોય છે. શ્રાવણ માસની શરુઆત ગણતરીના દિવસોમાં થવાની છે ત્યારે જાણીએ કે આ પવિત્ર સમય દરમિયાન શિવજીની પૂજા કેવી રીતે કરવી અને શ્રાવણ મહિનામાં કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.
 

Sawan 2025: શ્રાવણ મહિનામાં કયા સમયે અને કેવી રીતે કરવી શિવ પૂજા, જાણે સરળ વિધિ અને 7 જરૂરી નિયમ

Shiv Puja Vidhi: સનાતન પરંપરામાં માન્યતા છે કે ભગવાન શિવ ત્રણ દેવતામાંથી એવા દેવ છે જે ભક્તો ઉપર ઝડપથી પ્રસન્ન થાય છે. શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શ્રાવણ મહિનાનો સમય સૌથી શુભ અને ફળદાયી માનવામાં આવ્યો છે. ભગવાન શિવ વિશે માન્યતા છે કે તે  ભક્તની ભક્તિ પર શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે અને તેને આશીર્વાદ આપે છે. આ જ કારણ છે કે શ્રાવણ મહિના દરમિયાન શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક, જળાભિષેક, દૂધનો અભિષેક સહિતની પૂજા ભક્તો કરતા હોય છે. આમ તો શિવજીની પૂજા અને આરાધના કરવી ખૂબ જ સરળ છે પરંતુ શ્રાવણ મહિના દરમિયાન 7 વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. 

શ્રાવણ મહિનામાં શિવ પૂજા ક્યારે કરવી ?

હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શિવની સાધના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો શ્રાવણ મહિનામાં સોમવાર, પ્રદોષ વ્રત અને શિવરાત્રી સૌથી શ્રેષ્ઠ. નિયમિત રીતે પણ શિવ પૂજા કરી શકાય છે પરંતુ આ ત્રણ દિવસે શિવજીની પૂજા કરવાથી અત્યંત શુભ ફળ પ્રાપ્ત થાય છે. શિવ પૂજા કરવા માટે પ્રદોષ કાળ સૌથી ઉત્તમ ગણાય છે. આ સમયે ભોળાનાથનો રુદ્રાભિષેક કે પૂજા કરવાથી અનન્ય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનામાં રોજ શિવજીની પૂજા કરવા માટે સવારનો સમય શુભ રહે છે. 

શિવ પૂજાની સરળ વિધિ 

શ્રાવણ મહિનામાં શિવ પૂજા કરવા માટે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી પવિત્ર મનથી શિવજીનું સ્મરણ કરવું. શ્રાવણ મહિના દરમિયાન કાળા વસ્ત્ર પહેરીને શિવ પૂજા ન કરવી. શિવજીની પૂજા પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને કરવી જોઈએ. શિવજીની પૂજા કરવા માટે સૌથી પહેલા પવિત્ર ગંગાજળ અથવા શુદ્ધ જળ શિવલિંગ પર અર્પણ કરો. ત્યાર પછી પોતાની સુવિધા અનુસાર દૂધ, દહીં, ઘી, પુષ્પ, ભાંગ,  ભસ્સ, વસ્ત્ર આદિ અર્પણ કરી શકાય છે. સામગ્રી અર્પણ કર્યા પછી ભગવાનને ભોગમાં ફળ અથવા મિષ્ઠાન અર્પણ કરો. ત્યાર પછી ઓમ નમઃ શિવાય મંત્રનો મનમાં જાપ કરો. મંત્ર જાપ પછી શિવજીની આરતી કરો. 

શ્રાવણ મહિનાના 7 જરૂરી નિયમ 

1. શિવ પૂજાનું શુભ ફળ મળે તે માટે જરૂરી છે કે પૂજા પવિત્ર તન અને મન સાથે કરવામાં આવે. શિવ પૂજા દરમિયાન ક્રોધ ન કરવો. 

2. શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રસન્ન કરવા હોય તો શિવ પૂજા કરવા માટે ઘરના ઈશાન ખૂણા અથવા ઉત્તર દિશા ને પસંદ કરવી અને આ જગ્યાને હંમેશા સ્વચ્છ રાખવી. 

3. જો તમે ગૃહસ્થ છો તો શિવ સાધના કરવા માટે શિવ પરિવારનું ચિત્ર મંદિરમાં સ્થાપિત કરી શ્રદ્ધાપૂર્વક પૂજા કરી શકાય છે. 

4. જો તમે ઘરમાં શિવલિંગની પૂજા કરવા માંગતા હોય તો પારદ શિવલિંગની પૂજા કરી શકાય છે. મહાદેવની પૂજા સાથે નંદીની પૂજા કરવી પણ આવશ્યક છે. 

5. શ્રાવણ મહિનામાં મહાદેવની પ્રસન્ન કરવા હોય તો મંત્ર જાપનો સમય અને સ્થાન નિશ્ચિત રાખો. રોજ તે જ જગ્યાએ બેસીને જ રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરો. મંત્રનો જાપ હંમેશા આસન પર બેસીને કરવો. 

6. ભગવાન શિવને શમી અથવા બીલીપત્ર ચઢાવો ત્યારે ધ્યાન રાખો કે તેનું એક પણ પાન તુટેલું ન હોય. બીલીપત્ર અને શમીનું પાન હંમેશા ઊંધું કરીને ચઢાવવું જોઈએ. 

7. ભગવાન શિવની પૂજામાં તુલસી, હળદર, શંખ, ચંપા અને કેતકીના ફૂલનું પ્રયોગ ભૂલથી પણ કરવો નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news