IPL 2025 વચ્ચે પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, આ ખેલાડી આખી ટુર્નામેન્ટમાંથી બહાર

IPL 2025 : પંજાબ કિંગ્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સિક્સર કિંગ આખી ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. ઓસ્ટ્રેલિયાના ખતરનાક ઓલરાઉન્ડરને આંગળીમાં ફ્રેક્ચર થવાને કારણે IPL 2025 સીઝનમાંથી બહાર થયો છે.

IPL 2025 વચ્ચે પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, આ ખેલાડી આખી ટુર્નામેન્ટમાંથી બહાર

Glenn Maxwell Injured : પંજાબ કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ખતરનાક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ આંગળીમાં ફ્રેક્ચર થવાને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે. 26 એપ્રિલના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન ગ્લેન મેક્સવેલને આ ઈજા થઈ હતી. આ મેચ વરસાદને કારણે ધોવાઈ હતી. આ મેચમાં ગ્લેન મેક્સવેલ માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. IPL 2025માં તેનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે.

પંજાબ કિંગ્સ ટીમે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે ગ્લેન મેક્સવેલ આંગળીની ઇજાને કારણે IPL સીઝનની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. અમે તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે સંકેત આપ્યો કે ટીમ ટૂંક સમયમાં ગ્લેન મેક્સવેલના સ્થાને કોઈ ખેલાડીને ટીમમાં સામેલ કરશે. રિકી પોન્ટિંગે કહ્યું, 'અમે ગમે ત્યારે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી શકીએ છીએ.' 

મેક્સવેલને કોણ કરશે રિપ્લેસ ?

પંજાબ કિંગ્સ અઝમતુલ્લાહ ઉમરઝાઈ, એરોન હાર્ડી અને ઝેવિયર બાર્ટલેટ જેવા ખેલાડીઓ પર પણ વિચાર કરી શકે છે, ખાસ કરીને ધર્મશાલામાં, જ્યાં ટીમે તેની આગામી બે મેચ રમવાની છે. પંજાબ કિંગ્સે 4 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે અને 8 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે મેચ રમવાની છે. IPLના નિયમો મુજબ, ટીમોએ તેની 12મી લીગ મેચ પહેલા રિપ્લેસમેન્ટ ખેલાડીઓની જાહેરાત કરવી પડશે.

 

— Punjab Kings (@PunjabKingsIPL) May 1, 2025

ગ્લેન મેક્સવેલ માટે IPL 2025 સીઝન ખરાબ રહી

ગ્લેન મેક્સવેલ માટે IPL 2025 સીઝન ખૂબ જ ખરાબ રહી છે. IPL 2025માં ગ્લેન મેક્સવેલે 7 મેચમાં 48 રન બનાવ્યા છે અને  4 વિકેટ લીધી છે. પંજાબ કિંગ્સે ગ્લેન મેક્સવેલને 4.2 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો. પંજાબ આ સમયે મજબૂત સ્થિતિમાં છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પછી પંજાબની ટીમ 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news