દિલ્હી કેપિટલ્સે જેને સાઈન કર્યો તેણે જ આપ્યો દગો...ભારતને બદલે પકડી UAEની ફ્લાઇટ
Delhi Capitals : IPL 2025 દરમિયાન મોટી બબાલ થઈ છે. દિલ્હી કેપિટલ્સે તેની બાકીની મેચો માટે જેક ફ્રેઝર મેકગર્કની જગ્યાએ જે બોલરને સાઇન કર્યો છે, તેણે પણ દિલ્હીની ટીમ સાથે દગો કર્યો છે.
Trending Photos
Delhi Capitals : IPL 2025 ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 17 મેથી ફરી શરૂ થશે. ત્યારે આઈપીએલ ફરી શરૂ થાય તે પહેલાં વિદેશી ખેલાડીઓ પાછા ફરશે કે નહીં તે અંગે સતત શંકા છે. આ દરમિયાન દિલ્હીની ટીમે જેક ફ્રેઝર મેકગર્કની જગ્યાએ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને તેની ટીમમાં સામેલ કર્યો છે.
મુસ્તફિઝુર રહેમાન પર બબાલ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સીઈઓ નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું છે કે મુસ્તફિઝુરને બાંગ્લાદેશ ટીમ સાથે UAE જવું પડશે. દિલ્હીએ ઓસ્ટ્રેલિયન ઓપનર જેક ફ્રેઝર-મેકગર્કના સ્થાને મુસ્તફિઝુરનો ટીમમાં સમાવેશ કર્યો છે. ફ્રેઝર-મેકગર્ક IPL 2025ની બાકીની મેચ રમી શકશે નહીં. બાંગ્લાદેશ આ મહિનાના અંતમાં UAE સામે બે મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાનું છે. આવી સ્થિતિમાં મુસ્તફિઝુર માટે IPL રમવું મુશ્કેલ લાગે છે.
દિલ્હી કેપિટલ્સે જાહેરાત કરી
બુધવારે, દિલ્હી કેપિટલ્સે જાહેરાત કરી કે મુસ્તફિઝુર રહેમાન જેક ફ્રેઝર-મેકગર્કનું સ્થાન લેશે. જેક હવે IPL 2025માં ઉપલબ્ધ રહેશે નહીં. પરંતુ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના CEO નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું કે મુસ્તફિઝુરને બાંગ્લાદેશ ટીમ સાથે UAE જવું પડશે. ESPNcricinfoના અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે તેમને IPL અધિકારીઓ તરફથી કોઈ માહિતી મળી નથી.
નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું, 'મુસ્તફિઝુરને શેડ્યૂલ મુજબ ટીમ સાથે યુએઈ જવું પડશે.' અમને IPL અધિકારીઓ તરફથી કોઈ માહિતી મળી નથી. મને મુસ્તફિઝુર તરફથી પણ આવી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. આનો અર્થ એ થયો કે મુસ્તફિઝુર આઈપીએલ રમશે કે નહીં તે હજુ નક્કી નથી.
બાંગ્લાદેશે બે સિરીઝ રમવાની છે
17 અને 19 મેના રોજ યુએઈમાં બે T20 મેચ રમ્યા બાદ, બાંગ્લાદેશ 25, 27 અને 30 મે અને 1 અને 3 જૂનના રોજ પાકિસ્તાનમાં પાંચ મેચ રમશે. આઈપીએલ અને બાંગ્લાદેશની આ મેચોની તારીખો સમાન છે. દિલ્હી કેપિટલ્સ 18, 21 અને 24 મેના રોજ પોતાની છેલ્લી ત્રણ લીગ મેચ રમવાની છે. જો દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં પહોંચે છે, તો બીજી મેચો રમશે.
મુસ્તફિઝુરે 2016માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે 2022 અને 2023 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂક્યો છે. 2022માં, તેણે આઠ મેચમાં 7.62ની ઇકોનોમીથી આઠ વિકેટ લીધી. ગઈ સિઝનમાં તેણે દિલ્હી કેપિટલ્સ માટે બે મેચ રમી હતી. 29 વર્ષીય મુસ્તફિઝુરે પોતાના IPL કરિયરમાં 38 મેચ રમી છે. તેણે 7.84ના ઇકોનોમી રેટથી 38 વિકેટ લીધી છે. તે લીગમાં અલગ અલગ ટીમો માટે રમી ચૂક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે