દુનિયા સામે આવી જસપ્રીત બુમરાહની સચ્ચાઈ, પત્ની સંજના ગણેશને કર્યો મોટો ખુલાસો
Jasprit Bumrah Sanjana Ganesan Love Story : ભારતીય બોલર જસપ્રીત બુમરાહ અને તેની પત્ની સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સંજના ગણેશનની જોડી ક્રિકેટ જગતમાં ખૂબ જ ફેમસ છે. લોકો બંનેને ખૂબ પસંદ કરે છે. બુમરાહ તેની ખતરનાક બોલિંગ તેમજ તેના શાંત વલણ માટે જાણીતો છે.
Trending Photos
Jasprit Bumrah Sanjana Ganesan Love Story : ભારતીય બોલર જસપ્રીત બુમરાહ તેની ખતરનાક બોલિંગ માટે જાણીતો છે. તો તેની પત્ની સંજના સ્પોર્ટ્સ પ્રેઝન્ટર છે અને વિશ્વભરમાં રમતગમતના કાર્યક્રમોને કવર કરવાનો અનુભવ છે. બંનેએ 2021માં લગ્ન કર્યા હતા. આ બંનેની લવ સ્ટારી વિશે ઘણી કહાનીઓ બહાર આવી છે. હવે સાચી હકીકત સંજનાએ જ જણાવી છે.
સંજનાએ કર્યો મોટો ખુલાસો
ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરા સાથેની મુલાકાતમાં બુમરાહએ ખુલાસો કર્યો કે તેણે IPL અધિકારીઓ સાથે વાત કરીને કેવી રીતે બબલ-ટુ-બબલ ટ્રાન્સફરની વ્યવસ્થા કરી, તેના રૂમને સજાવ્યો અને બાલ્કનીમાં મીણબત્તીઓ પણ પ્રગટાવી હતી. બીજી બાજુ સંજનાએ સ્વીકાર્યું કે જ્યારે તે રૂમમાં ગઈ, ત્યારે તે બુમરાહની બાલ્કનીમાં લઈ જવાની ઉત્સુકતાથી આશ્ચર્યચકિત થઈ ગઈ. તે બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ.
કોવિડ મહામારી દરમિયાન પ્રપોઝ
બુમરાહએ કોવિડ-19 મહામારી દરમિયાન યુએઈમાં IPL 2020 દરમિયાન સંજનાને પ્રપોઝ કર્યું હતું. આ કપલે બે વર્ષથી વધુ સમય સુધી ડેટિંગ કર્યા પછી 2021માં લગ્ન કર્યા અને હવે તેમને એક પુત્ર અંગદ છે. અંગદનો જન્મ 2023માં થયો હતો. શોમાં બુમરાહે કહ્યું, "તે કોવિડનો સમય હતો. તેથી દરેક ટીમ માટે બબલ હતા. સદભાગ્યે તે કોલકાતા નાઈટ રાઈડર્સમાં હતી અને હું મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો. બંને ટીમો અબુ ધાબીમાં હતી. હું આ આશામાં રિંગ લઈને જઈ રહ્યો હતો કે કદાચ ટુર્નામેન્ટ પૂરી થયા પછી મને તક મળશે. મેદાન પર વાત કરવા સિવાય, અમે બબલને કારણે મળી શક્યા નહીં.''
બુમરાહનું સંજના માટે ખાસ આયોજન
બુમરાહએ આગળ કહ્યું, "મારે એ લોકોને કહેવું પડ્યું કે હું રિંગ લાવ્યો છું. કૃપા કરીને બબલ-ટુ-બબલ ટ્રાન્સફરની વ્યવસ્થા કરો. આ પછી ટ્રાન્સફર થયું. જ્યારે તે આવી, ત્યારે મેં બધું જાતે કર્યું. મેં કેક જાતે રાખ્યો અને મારા રૂમને સજાવ્યો. મારી પાસે રિંગ તૈયાર હતી.'' સંજનાએ આગળ કહ્યું, ''હું રૂમમાં ગઈ, તેણે મને બાલ્કનીમાં આવવા કહ્યું. મેં કહ્યું હું હમણાં અંદર આવી છું, ઓછામાં ઓછું મને પાણી તો આપો. પરંતુ તે કહેતો રહ્યો કે બાલ્કનીમાં આવ.'' બુમરાહે આગળ કહ્યું, ''મેં મીણબત્તીઓ સળગાવી હતી અને તે બીચની સામે હતી, તેથી પવન તેને ઓલવી રહ્યો હતો. મેં ખૂબ સંઘર્ષ કર્યો.''
બીજી ટેસ્ટમાં રમવું મુશ્કેલ
બુમરાહ હાલમાં ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડમાં છે. તેણે લીડ્સ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 5 વિકેટ લઈને ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા હતા. તે બીજી ઇનિંગમાં વિકેટ લઈ શક્યો નહોતો અને ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ. હવે બીજી ટેસ્ટ 2 જુલાઈથી એજબેસ્ટનમાં યોજાવાની છે. બુમરાહ આ મેચમાં રમશે કે નહીં તે ચોક્કસ નથી. ટીમ મેનેજમેન્ટ તેને આરામ આપી શકે છે. આ પછી તે છેલ્લી ત્રણ ટેસ્ટમાંથી બે માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે